________________
આત્મ-અવિદાન
જૉર્ગનને જૅસનના સમાચાર પણ મળ્યા : પોતે પહેલાં ધારતો હતો તેમ તે મરી ગયો ન હતો; પણ સન-લૉક્સને જાનથી મારવાની ધમકી આપવા બદલ તેને ખાણા તરફ મોકલી આપવામાં આવ્યા હતો. જૉર્ગને હવે જૅસનને ખાણામાંથી પાછા બાલાવી, પેાતાને પડખે લેવાનું નક્કી કર્યું – તે પેાતાની દીકરીનો – રાફેલનો – પુત્ર હતો તે કારણે નહિ, પણ તે સન-લૉક્સને જાનથી ધિક્કારતો હતો તે કારણે !
-
૩૩૦
-
એ વિચારથી તે ક્રિશુવિક ગયા; પણ ત્યાં તો તેને ઊલટું જ જોવા મળ્યું : જૅસન માઇકેલ સન-લૉક્સનો મદદગાર – મિત્ર બની રહ્યો હતો. એટલે તેણે સન-લૉક્સનો જમણા હાથ લાકડાના ડીમચે ખીલાથી જડી દેવાની અને ડાબા હાથ ન પહોંચે તેટલે દૂર ખાવાપીવાનું મૂકવાની કારમી સજા ફરમાવી. પણ તેનો તે હાથ સહેલાઈથી પહોંચે તેટલે દૂર તેણે એક છૂરી મુકાવી હતી. જૉર્ગનની ધારણા હતી કે થોડા વખતમાં જ વેદના અને ભૂખતરસને માર્યો સન-લૉક્સ એ છૂરી વડે આપઘાત જ કરશે.
પરંતુ તે વખતે પણ જૅસને સન-લૉક્સને બચાવી લીધા, એટલે જૉર્ગન જૉર્ગન્સને બંનેના એક એક હાથ અને એક એક પગ ભેગા બાંધવાની સજા કરી; – જેથી તે બંને એકબીજાથી ત્રાસી, એકબીજાને મારી નાખે. અને અલબત્ત, જૅસન જ બેમાં જબરા હાઈ તે જ માઇકેલ સન લૉક્સને મારી નાખશે, એવી તેની ધારણા હતી.
એટલી ગેાઠવણ કરી લીધી એટલે થાડા જ વખતમાં સન-લૉક્સ ખતમ થઈ જશે એવું માની, જૉર્ગન જૉર્ગન્સન રેાવિક મુકામે પાછા આવ્યો. અને થિંગ્વેલિર મુકામે તરતમાં જ આઇસલૅન્ડની પરંપરાગત આલ્ટિંગની બેઠક ભરાવાની હતી ત્યાં જવાની તૈયારીમાં પડયો.
ક્રાંતિ પછી જૉર્ગન પાતાની પાસે પચીસ માણસાની અંગરક્ષક ટુકડી હંમેશ રાખતો હતો. તે ટુકડી ઉપરાંત પેાતાના બીજો રસાલા સાથે લઈ, તે થિંગ્વેલિર જવા ઊપડયો. એટલામાં એક ટેકરીના ઢોળાવ