________________
કાનૂન-પ ત
૩૩૧
આગળ તેણે દશેક ધાડેસવાર ગાર્ડોને હાફનેફૉર્ડ તરફથી આ બાજુ
પુરપાટ આવતા જોયા.
તે ગાર્ડો જૅસન અને માઇકેલ હતા. રસ્તામાં પેલી બખોલ આગળ પાછળ મૂકીને તેઓ આવ્યા હતા, એ
-
તેઓએ જૉર્ગન જૉર્ગન્સનને ખબર આપ્યા કે, માઇકેલ સનલૉક્સ નાસી છૂટથો છે અને જૅસન તેની સાથે છે. તેઓ હાફનેફૉર્ડ તેમની શેાધ માટે ગયા હતા, પણ ત્યાં તેમના પત્તો લાગ્યો નથી. ગઈકાલથી કોઈ જહાજ હાફનેફૉર્ડથી ઊપડયું નથી; – તેમના પગલાની કોઈ નિશાની પણ તે તરફ મળી નથી; — એટલે તેઓ હજુ વચ્ચેના પ્રદેશમાં જ કયાંક અટવાતા હેાવા જોઈએ. ગાર્ડોએ જૉર્ગન જૉર્ગન્સનને વધુ દશેક માણસે આપવા વિનંતી કરી, જેથી તેઓ એ વચ્ચેના પ્રદેશમાં વધુ બારીકાઈથી તપાસ કરી શકે.
-
સન-લૉકસની શોધમાં નીકળ્યા સિગર્ડના કૂતરા એરિકનું શબ આપણે જાણીએ છીએ.
જોર્ગન જૉર્ગન્સનના તો મેાતિયા જ મરી ગયા. લોકોને મળી માઇકેલ સન-લૉક્સ ફરીથી ક્રાંતિ જગવશે એવા ડરથી તેણે પોતાના સૌ ગાર્ડને રેવિક તરફ દોડી જવા ફરમાવ્યું અને પોતે પણ ત્યાં જ પાછા ફર્યો. રેકાવિકમાં તેણે એકે એક ઘર અને એકે એક છુપાવાની જગા તપાસાવરાવી. પણ તે તરફ પેલા બેની કશી ભાળ ન મળતાં તે હવે થિંગ્વેલિર તરફ દોડયો. કદાચ તેની ગેરહાજરીમાં ત્યાં જ કઈ ન બની ગયું હાય! જોકે, રેક્ટિવકના બચાવ માટે તેણે પોતાના અંગરક્ષકો તથા ખાણ તરફથી આવેલા ગાર્ડને પણ ત્યાં જ રહેવા દીધા.
થિંગ્વેલિરની ખીણ તે દિવસે સવારે માણસાની અવરજવરથી ઘાંઘાટભરી બની ગઈ હતી. સેંકડો તંબુઓ ઠોકાઈ ગયા હતા અને હજારો ટટવાં આસપાસ ઊગેલું ઘાસ ચરતાં હતાં.
એ મેદાનની વચમાં‘કાનૂન-પર્વત'ના મેાટા નામે એક ટેકરી