________________
કુકર
આત્મ-લિદાન આવેલી હતી. ખરી રીતે તે લાવાનો બનેલો એક ટાપુ જ હતો, અને તેની આસપાસ એક સાંકડો વહેળો વધે જતો હતો,
આ@િગ દર ત્રીજે વ મળતી; અને એ પ્રસંગ એક રીતે મહત્વનો રાષ્ટ્રીય પ્રસંગ હોવાથી, દૂરદૂરથી ઘણા લોકોને ત્યાં મેળે જામતો. - બેઠક શરૂ થાય તે પહેલાં સૌ વચ્ચે પાકની, ઢોરની, અને આબોહવાની વાતો જ ચાલવા લાગી. બે કપરા શિયાળા વચ્ચે ગયા હોવાથી એકબીજાના સુખદુ:ખની વાતો કરવાની ઘણી હતી. પણ પછી તરત તેઓ વાતાવરણમાં અને ધરતીના પેટાળમાં થોડો વખત થયાં જોવા-સાંભળવા મળતી વિચિત્ર નિશાનીઓની વાતોએ ચડયા.
દક્ષિણ તરફના એકે કહ્યું કે, ત્રણ રાત પહેલાં કાળી ધૂળને વરસાદ અમારા તરફ વર હતો. બીજાએ ઉત્તર-પૂર્વથી દક્ષિણ-પશ્ચિમ તરફ ધરતીકંપના એક આંચકાની વાત કરી. ત્રીજાએ આવતી વખતે એક ખીણમાં પોતાના ઘોડાને ચરવા દેવા થેભ્યો હતો તેટલામાં જમીનમાંથી નીકળતા ધુમાડાના વીસ વીસ થંભની વાત કરી. આ બધા ઉત્પાતોની ખબરો, આંખના પલકારામાં, એકને એથી બીજાને કાને એમ આખા સમુદાયમાં ફેલાઈ ગઈ.
જુવાનિયાઓ હવે કંઈક ચિંતાતુર થઈ ઘરડેરને આ ઉત્પાતોનો અર્થ પૂછવા લાગ્યા. ઘરડેરાઓ હાથ ઊંચા કરી ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે, પહેલાં આવા ઉત્પાતોથી જે ઉપદ્રવ આ ટાપુમાં સરજાયો છે, તેવો ફરી ને સરજાય!
ધીમે ધીમે આથિગની બેઠક શરૂ થવાને સમય નજીક આવી પહોંચ્યો. પણ ગવર્નર-જનરલ હજુ આવ્યો ન હોવાથી બધા સભ્યો સરઘસ આકારે કાનૂન-પર્વત ઉપર જવા જે સ્થળે ભેગા થયા હતા ત્યાં જ થોભી ગયા.
લોકોમાં હવે અસંતોષને ગણગણાટ વ્યાપી રહ્યો. ગવર્નર-જનરલ જાણી જોઈને તેઓને અપમાનિત કરવા જ, અને રાહ જોતા બેસાડી