________________
કાનૂન-પર્વત
૩૯ “તમારાથી થાય તે કશ લેજો; પણ દરમ્યાન તમારી જાતને જ સંભાળતા રહેજો.” જોર્ગન જૉર્ગન્સને સીધી ધમકી ઉચ્ચારી.
આદમ માઈકેલ સન-લૉકસને ન્યાય અપાવવાની વાત તે ઉપાડી; પણ તેની પાસે તેને માટે આગળ પગલાં ભરવા પૈસોટકો કંઈ જ ન હતું. તેણે પોતાના જૂના માલિક ડયૂક ઑફ એથલ પાસે પચાસ પાઉંડ ઊછીના માગ્યા. તેમણે ૪૦ જ મોકલ્યા અને પૈસાની બાબતમાં હાથ છૂટો રાખવા બદલ આદમને ઠપકો લખી જણાવ્યો, તથા ધંધા વગર પરદેશ રખડ્યા કરવાને બદલે પોતાને વતન પાછા ફરવા તાકીદ આપી.
માઇકેલ સન-લૉસ અને ઝીબા પ્રત્યે સહાનુભૂતિવાળા ભલા બિશપ જેનને ત્યાં રહી, આદમ હવે કૉપનહેગનમાં પ્રધાનને, ડેનિશ રિટાગ (પાર્લમેન્ટ)ને, અને છેવટે ડેન્માર્કના રાજાને પોતાને અરજીઓ કરવા લાગ્યો. જોકે એનું કશું નાનું કે મોટું પરિણામ ન જ આવ્યું.
તોપણ આદમના આ પ્રયત્નોનું એક પરિણામ આવેલું જરૂર કહી શકાય : જૉર્ગન જૉર્ગન્સન વધુ કડક બનતો ગયો. શરૂઆતમાં તો આઇસલૅન્ડના લોકોએ એમ માની લીધું હતું કે, માઇકેલ સનલૉસે જ ફૂટી જઈને ડેન્માર્કની રાજસત્તાને પાછી આઇસલેન્ડમાં નોતરી છે. પણ પછી એને ગંધકની ખાણો તરફ જ કાયમનો મોકલી આપેલો જાણ્યા બાદ તેમને ખાતરી થતી ગઈ કે, માઈકેલ સન-લૉસ ડેન્માર્કનો ફૂટેલો મળતિયો ન હતો; તેને તો ઊલટો ડેન્માર્કનો શત્રુ ગણીને જ ગંધકની ખાણોમાં જીવતો દાટી દેવામાં આવ્યો છે! એટલે લોકોમાં ધીમે ધીમે માઇકેલ સન-લૉકસ પ્રત્યે આઇસલૅન્ડના તારણહાર, થરીકેનો ભાવ પાછો જામતો ગયો અને જોર્ગન જૉર્ગન્સન તરફ ઘણા અને તિરસ્કાર. લોકો હવે તેનાથી ડરવાને બદલે ઉઘાડે છોક તેની ઠેકડીઓ જ ઉરાડવા લાગ્યા. જૉર્ગન જૉર્ગન્સન એ બધાનું વેર વાળવા માઇકેલ સન-લૉકસ ગંધકની ખાણમાંથી ફરી જીવતો પાછો ન આવે એવી જ પિરવી કરવા લાગ્યો.