________________
કરા-છેકરીની નાનકડી દુનિયા
સ્ટિફન મનમાં કંઈક ડર સાથે પૉર્ટી-પૂર્વી તરફ ઉતાવળે પગલે ચાલ્યો. પાંચ મિનિટમાં તો તે ઘેર પહોંચ્યા — પણ અંદર પેસતાં જ જાણે ઠરી ગયા. ઘર ખુલ્લું પડયું હતું, અને તેની પત્ની જમીન ઉપર ચાપાટ મરેલી પડી હતી. તેના માથા આગળની ભીંત ઉપર માટી વડે આઇસલૅન્ડની ભાષામાં લખ્યું હતું “ મારા ભાઈ પૅટ્રિકસનના ખૂનનો બદલા લીધા છે. – સહી, એસ. પૅટ્રિકસન.”
બદલા! કોના ઉપર? માણસ પોતાના અંધાપામાં શું શું કરી બેસે છે, અને શું શું માની બેસે છે!
-
કરા-બેકરીની નાનકડી દુનિયા
લિગ્નાની
ઝાની હત્યા બાદ ચેાથે દિવસે સ્ટિફન ઓરીએ સવારના પહેારમાં ઉતાવળે ખાવાનું તૈયાર કરી, સન-લૉક્સને જગાડયો. તેનું મેાં વગેરે ધોઈ, તેને કપડાં પહેરાવી, બંને જણે ખાવાપીવાનું પરવારી લીધું. પછી ઘોલકાના બારણાને બહારથી ખીલા મારી બંધ કરી દઈ, સન-લૉક્સને ખભે બેસાડી, સ્ટિફને દક્ષિણ તરફ ચાલતી પકડી.
રસ્તામાં બપાર થયે એક ગામમાંથી પેનીની કિંમતની જવની રોટી ખરીદીને તેણે એક ટુકડો સન-લૉક્સને ખાવા આપ્યો અને બાકીનો ટુકડો ખિસ્સામાં મૂકી રાખ્યા. દરમ્યાન મોટી ફાંગે તેણે મુસાફરી ચાલુ જ રાખી. સાંજ પડવા આવી ત્યારે તે કૅસલ-ટાઉન પહોંચ્યો અને ગવર્નરનું મકાન કયાં આવ્યું તે પૂછવા લાગ્યા.
બતાવેલે ઠેકાણે જઈ, સ્ટિફને દરવાજો ઠોકયો. તેણે સન-લૉક્સને ખભે ઊંચકી એકે શ્વાસે પૂરા છવ્વીસ માઈલ કાપ્યા હતા. તે થાકી ચૂકયો હતો, ભૂખ્યા થયા હતો, અને ધૂળથી છવાઈ ગયા હતા.