SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માલિદાન ઊંઘતાં ને જાગતાં, બાપુ ભગવાન, અમારી સંભાળ લે છે તમારું નામ સૂતા પહેલાં તેથી યાદ કરીએ છે.' બેટા, બીજી પ્રાર્થના પણ બોલી લે—” સન-લૉકસ બીજી કડીઓ બોલવા લાગ્યો – “બાપુ ભગવાન, અમે તમારાં છોકરાં, નાનકડાં, નબળાં ને લાડકાં તમારાં દેવદૂત અમે ઊંધીએ ત્યારે, તમ ચરણે અમને લાવતાં.” બેટા, સન-લોકસ, તને સ્વર્ગમાં ભગવાન બાપુ પાસે જવું ગમે, ખરું?” ના, ના.” કેમ નહિ, બેટા?” “મને તો મારા ભા સાથે બહુ ગમે –” આટલું બોલતાંમાં તો સન-લૉસ પાછો ઊંઘી જ ગયો. અચાનક સ્ટિફનના અંતરમાં કોઈ જાણે પિકારી ઊઠ્યું, “નાનક સન-લોસનું ભવિષ્યમાં શું થશે એ નક્કી કરનાર તું કોણ? જે જિંદગી મેં એને બક્ષી નથી તે જિંદગી લઈ લેવાનો તને શો હક?” – ના, ના, નાનકા સન-લૉસને મારી ન જ નંખાય. તે ભલે જીવતો રહે. ભગવાન બાપુ તેનું રક્ષણ કરશે – તેને સુખી કરશે. જયારે મોડી રાતે પૉર્ટ લૉગૂ બંદરે સન-લૉકસને તેડીને સ્ટિફન હેડીમાંથી ઊતર્યો, ત્યારે કેટલાક લોકો ત્યાં ટોળે વળીને ઊભા હતા. તેઓ તેને ઓળખીને તરત જ તેને ઘેરી વળ્યા. તેઓએ તેને કહ્યું કે, અખાતમાં લાંગરેલા જહાજમાંથી ઊતરીને કોઈ પરદેશી તને શોધતો આવ્યો છે, અમે તેને તારે ઘેર પૉર્ટી-વૂલી મોકલ્યો છે.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy