________________
પ૧
સન-લૉન્ટ્સ “કદાચ બાપથી વિખૂટું પડી ગયું હશે, બેટા.”
“તો કોઈ જઈને એના બાપને ખબર કેમ કહી આવતું નથી કે એ ભૂલું પડીને ખડક ઉપર ઊભું છે, ને રડે છે!”
ધીમે ધીમે સાંજ પડી અને પાણી કાળું થવા લાગ્યું,
“ભા, આપણે ઊંઘી જઈએ છીએ ત્યારે રાત ક્યાં જતી હશે?”
“બીજી દુનિયામાં, સન-લૉકસ, બેટા.” “હા, હા, સ્વર્ગમાં જાય છે, ખરું ને, ભા?”
ધીમે ધીમે ચંદ્ર ઊગવા લાગ્યો, અને દૂરના ખડક ઉપરનાં કેટલાંય ઝૂંપડાંમાં દીવા દેખાવા લાગ્યા. કેટલાંય છોકરાં મા-બાપ ભેગાં થઈ અત્યારે કલોલ કરતાં હશે. સ્ટિફનનું હૈયું મૂંઝાવા લાગ્યું. આસપાસ કોઈ હોડી કે મછવો દેખાતાં ન હતાં. હવે કોઈ ન જુએ તેમ સનલૉસને દરિયામાં ફગાવવાની સરસ તક હતી. સ્ટિફને હલેસાં મારવાનું છોડી દીધું, અને હોડીને જેમ ફાવે તેમ ઘસડાવા દીધી.
પણ નાનકડો સન-લૉકસ જાગતો હોય ત્યાં સુધી તેના માં સામું જોતાં જોતાં તેનાથી એ કામ થઈ શકે તેમ નહોતું. એટલે તેણે સનલૉસને કપડાંમાં વીંટાળીને ઢબૂરવા માંડ્યો.
“નાના સનલૉકસ, ઊંધી જ, બેટા.” “પણ હજુ મને ઊંઘ નથી આવતી, ભા!”
છતાં સન-લૉસની આંખો થોડી વારમાં મીંચાવા લાગી. અચાનક સન-લૉક જાગી ઊઠયો અને બોલી ઊઠયો, “ભા, સૂતા પહેલાં પ્રાર્થના કરવાનું ભૂલી ગયો !”
“તો સન-લોકસ, હવે કરી લે.”
સન-લૉસ બાપે શીખવાડેલી આઇસલૅન્ડમાં પ્રચલિત પ્રાર્થનાના શબ્દો ધીમેથી રટવા લાગ્યો –