________________
૫૪
આત્મ-બલિદાન દરવાને બારણું ઉઘાડતાં સ્ટિફનને જોઈ તેને પૂછ્યું, “કોનું
કામ છે ?"
સ્ટિફને જવાબ આપ્યો, “ગવર્નરને મળવું છે.'
દરવાન તેના દીદાર જોઈ નવાઈ પામ્યો, અને તેનું નામઠામ પૂછવા લાગ્યો. સ્ટિફને નામ-ઠામ તો કહ્યું, પણ “શું કામ છે' એ સવાલના જવાબમાં કંઈ કહ્યું નહિ. દરવાને, “ગવર્નર સાહેબ જમવા બેઠા છે', એમ કહી બારણું બંધ કરી દીધું.
સ્ટિફન પાસેની પાટલી ઉપર બેસી પડયો. સન-લૉકસને તેણે ખભેથી ઉતારી પોતાના ઢીંચણ ઉપર બેસાડ્યો અને તેને ખિરસામાં રાખી મૂકેલો રોટીનો ટુકડો કાઢીને ખાવા આપ્યો.
નાનકો સન-લૉક્સ આ આખી લાંબી મુસાફરી દરમ્યાન રડ્યો ન હતો; તડકો થયો, પવનથી ઊડેલી ધૂળથી આંખો ભરાઈ ગઈ કે તરસ લાગી તોપણ. આંખમાંથી આંસુ નીકળી પડતાં હોય તોપણ પિતાના “ભા'ને રડીને કે કંકાસ કરીને ત્રાસ આપવાનું તે જાણતો જ નહિ. '
સન-લૉસ તેના “ભાએ આપેલી રોટીનો ટુકડો ચગળવા લાગ્યો; એટલામાં ઘરની અંદરથી કોઈ બાળકીના ખડખડાટ હસવાનો અવાજ આવ્યો. તે સાંભળી નાનકા સન-લોક્સના હાથમાંથી રોટીનો ટુકડો પડી ગયો અને તે લક્ષ દઈને સાંભળવા લાગ્યો. ફરીથી હસવાનો અવાજ આવ્યો અને સન-લૉસનું માં પણ હાસ્યથી ખીલી ઊઠયું.
સ્ટિફન રીનું મોં એ જોઈ વધુ ગમગીન બન્યું. તેણે પૂછ્યું, “નાનકા, તને આવા ઘરમાં રહેવાનું ગમે?”
“હા – મારા ભા સાથે હોય તો !”
તે જ ઘડીએ બારણું ફરીથી ઊઘડ્યું, અને દરવાન હાથમાં મીણબત્તી લઈ બહારનો દીવો સળગાવવા આવ્યો.
“શું? હજુ તું અહીં બેઠો છે?” તેણે નવાઈ પામી પૂછ્યું.