________________
છોકરા-છોકરીની નાનકડી દુનિયા પપ “ગવર્નર સાહેબ જમી લે તેની રાહ જોઉં છું.” સ્ટિફને જવાબ આપ્યો.
દરવાન અંદર ગયો અને ગવર્નરને કહી આવ્યો કે, એક જંગી માણસ, નાનકડા છોકરાને સાથે લઈને આવ્યો છે અને પરદેશી ભાષા બોલે છે, તથા નામદારને મળ્યા વિના ચાલ્યો જવાની ના પાડે છે.
તો તેને અંદર લઈ આવ.” ગવર્નરે કહ્યું.
આદમ ફેરબ્રધર ભજન પતી ગયું હોવા છતાં હજુ જમવાના ટેબલ આગળ જ બેસીને તમાકુ ફેંકતો હતો. તેની પત્ની રૂથ ગૂંથણકામ કરવા ખુરશી જરા બાજુએ ખેંચીને બેઠી હતી.
સ્ટિફન નાનક સન-લૉસને હાથ વડે દોરતો ધીમે ધીમે અંદર દાખલ થયો.
સ્ટિફન ભાગીતૂટી અંગ્રેજીમાં બોલ્યો, “હું તમને કશુંક આપવા આવ્યો છું.”
આદમની પત્નીએ આંખ ઊંચી કરી તેની સામું જોયું. આદમે સ્વાભાવિક રીતે નાનકડા સન-લૉસને પાસે બોલાવવા હાથ લાંબો કર્યો. પણ સ્ટિફને સનલૉકસને પકડી રાખ્યો.
મારી પાસે એટલું જ આપવાનું છે.” સ્ટિફને કહ્યું. “શું આપવાનું છે, ભાઈ?” આદમે પૂછ્યું.
આ બાળક જ આપવાનું છે,” એમ કહી સ્ટિફને આદમના લાંબા કરેલા હાથમાં સન-લૉસને પકડાવી દીધો.
આદમની પત્નીના હાથમાંથી ગૂંથણકામ ખોળામાં પડી ગયું. પણ તેના મોં ઉપર છવાઈ રહેલા આશ્ચર્યનો ભાવ જોયા વિના સ્ટિફને પિતાને આવડતી ભાંગીતૂટી અંગ્રેજી ભાષામાં પોતાની કહાણી કહી સંભળાવી – પિતાની પત્નીનું દુરાચારી જીવન, તેનું મૃત્યુ, પોતે બાળકને દરિયામાં ફેંકી આવવા કેવી રીતે ગયો હતો અને અંતરમાં ભગવાનનો