SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબલિદાન અવાજ સંભળાતાં કેવી રીતે પાછો આવ્યો હતો, એ બધું. પછી નાનકા સન-લૉકસ તરફ ભીની આંખે જોઈ, તે ન સમજે એવા અંગ્રેજી શબ્દોમાં તેણે કહ્યું, “હવે હું પૉર્ટી.વૂલ પાછા જવા માગતો નથી – કદાચ દરિયો ખેડવા જઈશ અથવા ખાણમાં કામ કરવા જઈશ. પણ આ નાનકડા બાળકને મારી સાથે એમ રખડાવવા લઈ જવો ઠીક નહિ – બાળક બિચારું સબત વિના સેરી મરે – એટલે હું મારા વિશ્વાસના કોઈ જણના હાથમાં તેને સોંપી ચાલ્યો જવા માગું છું. તમે મારા ઉપર એક વખત ઉપકાર કર્યો હતો, એટલે તમારી ભલમનસાઈ યાદ લાવીને મને એમ થયું કે નાનકા સન-લૉકસને તમારા હાથમાં સોંપવો એ જ તેના હિતની વાત છે. એટલે હું આ છોકરો તમને સંપું છું.” આદમની પત્ની આ બધું સાંભળી આભા જેવી જ બની ગઈ હતી. તે બોલી ઊઠી, “વાહ, આવી વાત કોઈએ કદી સાંભળી હશે ખરી?” સ્ટિફનને એના પ્રશ્નનો અર્થ ન સમજાતાં, તે તેની સામે ફીકી આંખે જોઈ રહ્યો. “જાણે છોકરાં ઓછાં હોય ને!” એમ કહી રૂથે માથું તુચ્છકારમાં આડું ફેરવ્યું. છતાં સ્ટિફનની જડસુ બુદ્ધિમાં કશું ઊતર્યું નહિ, એટલે તેણે એટલો જ જવાબ આપ્યો, “મૅડમ, મારે તો એ એકનો એક જ છે.” પણ ભલાદમી, એ કિંમતે તો આખા ગામનાં બધાં જ છોકરાં અમને મળે!” સ્ટિફનના હોઠ ધૂજી ઊઠયા. તે બાઘાની પેઠે બેલી ઊઠયો, “પણ મૅડમ, હું એને દુનિયામાં સૌથી વધારે ચાહું છું.” “તો પછી ભલાદમી, તારી પાસે જ એને રાખીને, અમને શા માટે વળગાડે છે?” રૂથે ગરમ થઈ જઈને કહ્યું.
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy