________________
છોકરા-છોકરીની નાનકડી દુનિયા ૫૭ સ્ટિફન બાઘુ બની ગયો. અત્યાર સુધીની ગણતરીમાં એણે એટલું જ વિચાર્યું હતું કે, પોતે જેને આટલો બધો ચાહે છે, પોતે જેની સારસંભાળમાં આખો દિવસ વ્યસ્ત રહે છે, એવા નાનકા સનલૉસને પોતે આપી દેવા તૈયાર થાય, તો પછી એ જે કંઈ થોડુંઘણું ખાયપીએ, તથા તેની જે કંઈ થોડી સાર-સંભાળ લેવી પડે, એટલાની ગણતરીએ કોઈ તેને રાખવાની ના ન જ પાડે!
સ્ટિફનના ગળામાં ડચૂરો બાઝી ગયો; તે કશું બોલી શક્યો નહિ. તેણે ભીની આંખે નાનકડા સન-લૉસને ઊંચકવા પિતાનો હાથ લંબાવ્યો.
આ બધો વખત આદમ પોતાની ભરાઈ આવેલી આંખે છુપાવવા જ ચૂપ રહ્યો હતો. તેણે હવે દદડતી આંખેએ નાનકા સન-લૉકસને પોતાના ઘૂંટણ વચ્ચે ખેંચી લીધો અને શાંતિથી કહ્યું, “રૂથ, આ નાનકાને આપણે રાખી લઈશું. એક કરતાં બે લાકડાં ભેગાં સારાં બળે; – આપણી નાનકડી ગ્રીવાને સારી સોબત થશે.”
આદમ, તમારે તમારા પિતાનાં છોકરાં ઓછાં છે, જેથી બીજાંની લપ પાછી હૈયે વળગાડવી છે?” રૂથ તડૂકી ઊઠી.
રૂથ, મારે છે છોકરા છે; અને બાર હોત તો હું વળી વધુ ખુશી થાત. ઉપરાંતમાં મારે એક દીકરી છે, પણ જો બે હોત તો વળી વધુ સારું થાત.”
પણ સ્ટિફન એરીએ પહેલાં એક લગ્ન કરેલું છે, એ વાત લિઝાએ ફેલાતી કરી હતી, તે લેંગૂ થઈને ગવર્નમેન્ટ-હાઉસમાં પણ આવી પહોંચી હતી. સ્ટિફન બોલતો હતો ત્યારે આદમને એ વાત યાદ આવી હતી, પરિણામે તે નાનકા સન-લૉસના માથા ઉપર વધુ વહાલથી હાથ પસવારવા લાગ્યો. પણ આદમની પત્નીને એ વાત યાદ આવતાં તે બોલી ઊઠી, “તો શું આપણી એકની એક દીકરી ગમે તેની રખાતના છોકરા સાથે ઊછરશે, એમ?”
૧. રાજભવન; રાજાના પ્રતિનિધિને રહેવાનું મકાન. - સંપા