________________
આત્મ-બલિદાન “ડેવી, આપણે રૅસે બંદરે લાંગરવાના, ખરું ને?”
“ જરૂર; કારણકે અંધારામાં દારૂ ખૂબ આવશે – ગૅલનના અઢાર પેન્સ, અને આપણાથી પિવાય એટલો તો મફત !”
“આપણે બંદરથી કેટલાક દૂર લાંગરવાના? ”
એક બે બિટ નાખીએ એટલા દૂર તો ખરા જ; એથી વધુ નજીક કદી નથી જતા.”
એટલું તો કંઈ ન કહેવાય, ડેવી” જેસન વિચારમાં પડી જઈ, બોલી ઊઠ્યો. ડેવી તેના મોં તરફ જોઈ રહ્યો.
ધૂમસને જે ગોટા જહાજની આસપાસ દૂર સુધી વીંટાયો હતો, તે હવે ઊંચો થવા લાગ્યો અને પવન ફૂંકાવો શરૂ થયો. પાણી ઊછળીને તેની ઝાપટો જહાજ ઉપર વાગવા લાગી. એટલે તૂતક ઉપર કામગીરી બજાવનારા ખલાસીઓ બધા જ પલળી ગયા. તેઓ હવે નીચે ભંડકમાં ગયા ત્યારે ટાઢે ઘૂજતા હતા અને તમાકુ ચાવતા હતા. દી હજુ સળગ્યો ન હોવાથી, ટિચાતા-અફળાતા અને એકબીજા ઉપર પોતાનાં જાકિટોને છંટકારતા તેઓ એકબીજા સાથે બેલાબેલી કરતા હતા. એટલામાં અંધારામાં જ અચાનક કોઈ પંખીને મીઠો અવાજ સંભળાયો. જેસન નીચે આવી ભીને કપડે જ પોતાના પથારીના ખાનામાં આડો પડયો હતો; તેની પાસે લટકાવેલા પાંજરામાંના તેના કેનરી પંખીનો એ અવાજ હતો.
કેનરીના અવાજથી ચોંકી કોઈએ ચકમક વડે દીવો સળગાવ્યો; પછી બધા હૂંફ માટે ટોળે વળી, ચુંગીઓ સળગાવી ફૂકતા ફૂંકતા બેઠા. પેલું કેનરી હજુ ગાયા કરતું હતું. - એક જણ બોલી ઊઠયો, “જરૂર તોફાન આવવાનું થયું છે, અને તોફાનનો ભૂત જ રાજી થતો આ પંખીને મેએ ગાય છે.”
તો તો હું આ પંખીની ડોક મરડી નાખું, એટલે એ ભૂત પણ મરડાઈ જાય,” એમ બોલતો એક ખલાસી ઊભો થયો.