SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ આત્મ-લિદાન ભલા પાદરીનું માં એકદમ પડી ગયું. તે મહાપરાણે બોલ્યા, “તો તું જૉર્ગન જૉર્ગન્સન પાસેથી આવ્યો છું કે શું?” "" ' ના. CC તો કોની પાસેથી આવ્યો છે?” “ મારાં ભાભી પાસેથી આવ્યો છું.” 66 તારી ભાભી? માઇકેલ સન-લૉક્સની પત્ની ?” 66 હા, હા; ભાઈએ તમને કદી તેમને વિષે વાત નથી કરી ?' 66 હા; વાત તો કરી છે; પણ પેાતાને નઠોરપણે દગા દેનાર બેવફા પત્ની તરીકે, તથા પોતે જેને અંતરથી ધિક્કારે છે એવી સ્ત્રી તરીકે તેને ઓળખાવી છે.” “એ ખરું હશે બાપજી; પણ મરવા પડેલા અને પસ્તાતા મનખ ઉપર એવા બધા રોષ રાખવા ન છાજે, ' 66 તો શું તે મરવા પડી છે?” “હા, બાપજી; તે ક્ષમા-યાચના કરી કરીને ટળવળ્યા કરે છે, અને મારા ભાઈની માફી તેમને નહિ મળે, ત્યાં સુધી તે શાંતિથી મરી શકશે નહિ.” “ બિચારી ! ભલી દીકરી !'' “ ભાભીના ગમે તેટલા દેાષ હાય, પણ ભાઈએ તેમની આખરી ઘડીએ એટલી દયા તો દાખવવી જ જોઈએ.' 66 ભલા ભગવાન !” એટલું બોલીને પાદરી ભગવાનને યાદ કરવા લાગી ગયા. tr "" ભાભી અત્યારે એકલાં વેદનામાં તરફડે છે; કોઈ તેમની મદદમાં નથી કે કોઈ તેમના ઉપર દયા લાવનાર નથી.” “તે કયાં છે?” પાદરીએ પૂછ્યું. “હુસાવિકમાં. ” જૅસને જવાબ આપ્યો. પણ તેણે મને શા સંદેશા કહાવ્યો છે?” 66
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy