________________
આત્મ-બલિદાન આવજે!” માઇકેલે પણ જવાબમાં કહ્યું. '
ગ્રીબા થોડાં ડગલાં દોડી ગઈ; પણ માઇકેલે તેને ફરી પકડી પાડી. આ વખતે તો તેણે એક હાથે તેને કમરેથી પકડીને અને બીજો હાથ તેના ગળાની આસપાસ વીંટીને, તેનું મોં ઊંર કરી, તેના હોઠ ઉપર ચુંબન જ કરી લીધું. ગ્રીબાના ગળામાંથી હસવાનો ઘરઘરાટ નીકળી પડ્યો.
માઇકેલે તેના પિતા તરફ ઊંચા થયેલા મોં ઉપર ઝુકીને કહ્યું, “યાદ રાખજે!” . અને બીજી ક્ષણે તે અંધારામાં પાછો ફરી ગયો.
ઘેર ગ્રીબાના ભાઈઓ બૂમ પાડતા હતા, “વાછરડીઓ તો ક્યારની આવી ગઈ, પણ પેલી નાનકી કોણ જાણે ક્યાં ગઈ ?”
ગ્રીબાએ મોટાભાઈ ઍશરની પાસે જઈ પહોંચીને કહ્યું, “ભાઈ, આ દરવાજાનો નચૂકો કોણ જેવો કેવો કટાઈ ગયો છે – કેમે કર્યો ભિડાતો જ નથી.”
માઇકેલ સન-લૉસ નક્કી કરેલ સમયે બંદરે પહોંચી ગયો.
સ્ટિફન એરી હોડી તૈયાર કરીને રાહ જોતો ઊભે હતો. માઇકેલ બેસી ગયો એટલે તેણે તરત હોડી હંકારી મૂકી. તેઓ બંદર બહાર નીકળ્યા ત્યારે દૂર આઇરિશ જહાજના દીવા દેખાતા હતા. જોકે શહેર ધુમ્મસ હેઠળ ઢંકાઈ ગયું હતું.
ડો પવન શરૂ થતાં સ્ટિફન બેલ્યો, “ધુમ્મસ ઊંચે ચડવા લાગ્યું છે, એટલે થોડી વારમાં પવન ફૂંકાવા લાગશે.” તેને કંઈક બોલવું હતું પણ ક્યાંથી શરૂ કરવું એ તેને સમજાતું ન હતું. એટલામાં પૉઈન્ટ ઓફ આયર તરફ તેની નજર પડતાં તે બોલી ઊઠ્યો, “ત્યાં દીવાદાંડી ક્યારે બંધાશે? બહુ જોખમકારક જગા છે.”
“વસંતની ભરતી પછી.”