________________
ઘેર અધિકાર? મનને અને રાત્રીને ગ્રીબા,” માઇકેલ દુ:ખી અવાજે બોલ્યો.
“શું કહેવું છે? પણ મહેરબાની કરીને ધીમે અવાજે બોલજો,” એમ કહી ઝીબા માઇકેલની સટોસટ આવીને ઊભી રહી.
“ગ્રીબા, ધાર કે મારે લાંબે વખત ત્યાં રહેવું પડે – કદાચ ઘણાં વરસ સુધી; તોપણ આપણે બંને એકબીજાને ભૂલી જઈશું ખરાં? ”
“ના, ના, ભૂલી તો નહિ જ જઈએ.” ગ્રીબા હવે ભાગી પડવા લાગી હતી.
પણ ત્યારે એકબીજાને સંભારીશું પણ ખરાં?”
કેવા ભોળા છો તમે? ભૂવીએ નહિ એટલે યાદ જ ક્ય કરીશું, એવો જ અર્થ થાય ને?”
જો ગ્રીબા હવે તો હસવાનું છોડ; મારે જવાનો વખત થયો છે – તો મને એક વચન આપ, તો હું નિરાંતે જઈ શકું.” એમ કહી માઇકેલે ગ્રીવાને કાનમાં બહુ ધીમેથી કશુંક કહ્યું.
તરત ગ્રીબા હસતી હસતી છલંગ મારીને વેગળી નાઠી; પણ માઈકેલે બે ઠેકડામાં તેને પકડી પાડી. તેણે હાંફતાં હાંફતાં ગ્રીબાને કહ્યું, “છોકરવિદ્યા છોડ; મને વચન આપ કે, તું મારી રાહ જોશે.”
શ્રીબાએ હસતાં હસતાં જ જવાબ આપ્યો, “જાએ હું વચન આપું છું કે, તમે દૂર ગયા હશો તે દરમ્યાન મને કોઈ ભરમાવી નહિ જાય, બસ! હવે જાઓ!”
મને કંઈક તારું સંભારણું આપ.” શ્રીબા હવે ગાભરી થઈ ગઈ. તેણે તરત રસ્તાની કિનારી ઉપર ખીલેલાં બે જંગલી કૂલ તોડયાં, અને તેમને ચુંબન કરી, એક માઇકેલને આપ્યું અને બીજું પોતાની છાતી આગળના પડમાં દબાવી
ત્યાર પછી તેણે રડતે અવાજે કહ્યું, “આવજો !”