________________
૮૪
આત્મ-બલિદાન “ના, ના, તમારે આવવાની જરૂર નથી.” * માઈકેલે તેનો હાથ પકડીને પૂછયું, “કેમ પણ?”
મારા ભાઈઓને તમે ઓળખતા નથી; તમને મારી સાથે જુએ તો તમારી એવી ગત બનાવે કે—”
એ છયે જણા ભલે પુત્રને સામે છેડે તૈયાર થઈને ઊભા જ હોય, અને મારે તેમની વચ્ચે થઈને નીકળવાનું હોય તો પણ તને આ
અંધારામાં એકલી તો નહીં જ જવા દઉં.” - બંને જણ હવે ઘર તરફ સાથે સાથે ચાલવા લાગ્યાં.
થોડી વારે ગ્રીબાએ તીખે અવાજે પૂછયું, “જે એ દેશ તમને એટલો બધો સારો લાગે છે તો તમે ત્યાં નિરાંતે ઠરીને રહેશો પણ ખરા, ખરું ને?”
ના; મારે ત્યાં રહેવું પડે તેથી વધુ એક ક્ષણેય નહિ રહું.” કેમ?”
શી ખબર?” “પણ કેમ?”
માઇકેલે કશો જવાબ ન આપ્યો; એટલે ગ્રીબા ખડખડાટ હસી પડી.
“વાહ, તને હસવું શેનું આવે છે? કદાચ હું જાઉં છું તે તને એટલી આનંદની વાત લાગતી હશે – “માઇકેલ જરા દુભાઈને બેલ્યો.
“તમને જ જવાનું બહુ ગમે છે વળી; અમારે માથે દેષ શાના દો છો?”
છે પણ હવે તેઓ લેંગ્યુ નજીક આવી ગયાં હતાં. વાછરડાં તો વાડા સુધી પહોંચી પણ ગયાં હતાં.
“તમે હવે પાછા વળી જાઓ.” ગ્રીબાએ નિસાસે નાખીને
કહ્યું.