________________
ધાર અધકાર: મનનો અને રાત્રીના
કેમ વળી ? ”
“એ તે શી ખબર ! હાં ભલા, સાંભળ્યું છે કે, આઇસલૅન્ડમાં છોકરીએ તે ઢગલાબંધ છે; – ભલે તેમાં કઈ માલ ન હોય !”
“વાહ, મેં તે સાંભળ્યું છે કે, ત્યાં બહુ સારી છેકરીઓ હાય છે!” માઇકલે પણ મજાક જ આગળ ચલાવી.
<3
ગ્રીબાએ તુચ્છકારમાં માથું ઉછાળીને કહ્યું, “બહુ સારી છેાકરી ન જોઈ હોય તેા ! વાત તે સાંભળેા — છેકરી જો કંઈકે પાણીદાર હાય, તે તેને સારી સેાબત, સારા લોકો, સારા મેાજશેખની અપેક્ષા રહે જ.”
“તે તું પણ પાણીદાર હોઈ છેવટે લંડન તરફ જ પાછી ચાલી જવાની, ખરું ને ?''
“લંડન જવાનું કોણે કહ્યું ? લૉગ્યૂમાં મારા છ-છ ભાઈઓ છે; મારે શી મણા છે?"
""
..
‘મને તે લાગે છે કે, હું પાછા આવીશ તે પહેલાં તેએ તને ઠેકાણે પાડી દેશે, અથવા તો બીજો કોઈ આવીને તને ભરમાવી
જશે.
66
“ અમારી વાત અમારી પાસે રહી; પણ પાતે તે ત્યાંની કોઈ ને કોઈ રૂપવંતીને પરણી બેસવાના, એ નક્કી જ છે.”
કદાચ !” એમ બોલી માઇકેલે આડું જોયું.
બંને હવે ચૂપ ઊભાં રહ્યાં. માઇકેલ આડું જ જોઈ રહ્યો હતો. ગ્રીબાએ હાથમાંની ડાળખી એક-બે વખત તેાડી એનો અવાજ આવ્યા. પણ બંનેમાંથી કોઈ હવે કશું બોલી શકે તેમ રહ્યું ન હતું.
થોડી વારે ગ્રીબા જ બોલી, “હું જાઉં ત્યારે; મારા ભાઈ નહીં તે। મને શોધવા નીકળી પડશે.”
“હું તારી સાથે લેંગ્યું સુધી તને મૂકવા આવું છું – અંધારું થઈ ગયું છે. ”