________________
7.
ધાર અંધકાર : મનને અને રાત્રીના
અપાર થઈ ગયા હતા. બંદરમાં આઇરિશ જહાજ ઉપર કાપડ, બટાટા, ઢોર, અને ઘેટાં ચડાવાતાં હતાં. એટ શરૂ થાય એટલે તે અખાતમાંથી બહાર જઈ લાંગરવાનું હતું અને પછી નવ વાગ્યે ઊપડવાનું હતું. દરમ્યાન માઇકેલે પરવાનાની ગાઠવણ કરી લેવાની હતી અને સાડા આઠ વાગ્યે ધક્કા ઉપર પિતાને ભેગા થવાનું હતું. એ દરમ્યાન એણે ગ્રીબાને પણ મળવાનું હતું; પરંતુ એ વસ્તુ સહેલી ન હતી. લૉગ્સ-મથકે ખબર પહોંચી ગયા હતા કે માઇકેલ ચાલ્યા જતા હતા, અને સૌ અંદરખાને એ જાણી ખુશ થયાં હતાં. ગ્રીબા તેને વિદાય આપવા થોડી વાર બંદરે જાય એમ એમ તેના ફેરબ્રધર-ભાઈઓએ જાણ્યું કે તરત તેઓએ કરવાની મના ફરમાવી દીધી.
ગ્રીબાને હવે ખુલ્લંખુલ્લા મળવાનું તે શકય ન રહ્યું, એટલે માઇલે કોઈ ને કોઈ છૂપી વેતરણ કરવાની થઈ. પણ ગ્રીબાને એમ ગુપ્તપણે મળવું શી રીતે ? પરંતુ પુરુષને જે યુક્તિ ન જડી, તે સ્રીને તરત જડી. ગ્રીબાએ માઇકેલને કોઈની મારફત ખબર પહોંચાડી દીધી કે, વૅલ્યૂર ઉપર ચરવા ગયેલાં વાછરડાંને સાંજે હાંકી લાવવા ગ્રીબા પોતે આજે જવાની છે: અર્થાત્ નદીના પુલ આગળ પાછા ફરતી વખતે તેનો ભેટો થઈ શકે.
નક્કી થયું છે તેને એમ
66
તે પ્રમાણે બંને અજાણતાં જ ભેગાં થયાંહાય એમ મળ્યાં. પછી ગ્રીબાએ સહેજ પૂછતી હોય એમ પૂછ્યું, • તમે જવાના કેમ ? તમે ખરેખર જશેા જ એમ હું માનતી ન હતી.
'
ર