________________
જસનનું આગમન હવે જાણે તેને ભૂત વળગ્યું હોય તેમ તે ગાંડો બની ગયો. તેણે વારંવાર એ જહાજ તરફ પહોંચવા પ્રયત્ન કરી કરીને બૂમો પાડવા માંડી. પણ જહાજ ઉપરનું કોઈ તેના અવાજને સાંભળી શક્યું નહિ કે તેની નાની હોડીને અંધારામાં જોઈ શકયું નહિ.
જૈસનનું આગમન
ત જહાજ પૉરિલ' જ હતું અને રવિકથી ચરબી, પીંછાં, કૉડ- અને શાર્ક, ઓઈલ વગેરે ભરીને ડબ્લિન પાછું ફરતું હતું. ઇસ્ટરના દિવસે રજાવિકથી તે નીકળ્યું હતું અને શુક્રવારે વહાઇટહેવને લાંગરી, પછીને દિવસે તે મૅન-ટાપુ પહોંચવા આઇરિશ સમુદ્રમાં દાખલ થયું હતું. રૅમ્સ બંદરથી દૂર દાણચોરીનો રમ-દારૂ લેવા તે થોભવાનું હતું. તેનો કપ્તાન અને મદદનીશ બંને અંગ્રેજો હતા, પણ ખલાસીઓ બે સિવાયના બધા આઇરિશ હતા. આઇરિશ સિવાયના બેમાં એક મેન-ટાપુનો રહેવાસી મેસ હતો અને બીજો આઇસલૅન્ડનો જ વતની હતો.
જે મૅન્કસ હતો તે તો રીઢ ખલાસી હતો; તેણે વીસ વર્ષ માછીમારીનો ધંધો કર્યો હતો, અને બીજાં ઘણાં વર્ષો દાણચોરીને. ત્યાર પછી તે જહાજ ઉપરનો કાયદેસર ખલાસી બન્યો હતો. તેનું નામ ડેવી હતું, અને સરકારી ચોકિયાત જહાજોની ઝપટમાં આવી જઈ, ઘરડી ઉંમર જેલખાનામાં વિતાવવી ન પડે માટે ડાહ્યો બન્યો હતો.
બીજો જે આઇસલૅન્ડવાળો હતો તે વીસ વર્ષને કદાવર બાંધાનો પહેલવાન જવાનિયો હતો. જહાજનો એક આઇરિશ ખલાસી દરિયા વચ્ચે અધવચ મરી ગયો, તેની જગાએ તે રેકજાવિકથી નોકરીએ ચડયો