________________
આત્મ-બલિદાન હતો. તે મૂઢ જેવો અને ગમગીન પ્રકૃતિને હેઈ, તેના સાથીદારો તેના ઉપર ખુશ ન હતા; અને તેને વારંવાર ચીડવ્યા કરતા. તે પોતાની સાથે કૅનરી પંખીનું એક પાંજરું લઈને જ આવ્યો હતો – બીજો કશો સામાન તેની પાસે ન હતો. એ કેનરી પંખી સાથે તેને બહુ મમતા હતી; અને તેની તે બરાબર સંભાળ રાખતો. કોઈ કોઈ વખત બુદ્રા ડેવી સાથે તે કંઈ વાત કરતો – બાકીનાઓ સાથે તો કદી નહિ.
એ જૈસન હતો – રશેલ અને સ્ટિફન ઓરીને પુત્ર.
બ્રિટિશ ટાપુઓની આસપાસ પૉઇન્ટ ઑફ આયર આગળ આવેલી ખાડી જેવી દેખાબાજ ખાડી બીજી કોઈ નથી. કારણકે ત્યાં ચાર-ચાર જોરદાર પ્રવાહો ભેગા થાય છે અને આઇરિશ સમુદ્રની એ નળમાં ઘમસાણ મચાવે છે. “પૅલૅરિલ' જહાજ વહાઈટ હેવનથી ઊપડયા બાદ, ઉત્તર તરફના પ્રવાહમાં થઈ હવે મેન-ટાપુ તરફ વળ્યું હતું. અંધારું થવા આવતાં પૉઇન્ટ ઑફ આયર ઉપરનો ઝાંખા જેવો દીવ કપ્તાનની નજરે પડ્યો. હંમેશ હોતે તે કરતાં આજે તેને એ દીવો કંઈક ઝાંખે લાગ્યો.
તેણે ડેવીને બોલાવીને પૂછ્યું, “પેલો પૉઇન્ટ ઑફ આયરવાળો જ દીવે છે ને?”
હા, હા, ચોખ્ખો દેખાય છે, વળી.” તેણે જવાબ આપ્યો. એટલી ખાતરી કરી લઈને પછી કમાન નીચે ચાલ્યો ગયો.
ડેવી હવે સુકાન સંભાળવા લાગ્યો. જેસનને તો દરિયા ભણી નજર રાખવાનું કામ કરવાનું હતું, એટલે અવારનવાર તે એની સાથે આવીને વાતો કરવા લાગ્યો. તે બધી તૂટક વાતોનો ભેગો સાર આ પ્રમાણે છે –
* “આ પેલી તરફ જ તમારે મૅન ટાપુ આવ્યો ને?” જેસને પૂછ્યું.
હા, દીકરા.”