________________
સ્ટિફનને અંત
૧૧૩ “એ વાત જવા દે; હવે એનું કશું થઈ શકે તેમ નથી. પણ મને હવે તારો બાપ બનવા દે. મારી આખરી ઘડી છે; તું મારો દીકરો. બન્યો હોઈશ તો મારી થોડીઘણી આ જે બચત છે, તેનો નું વારસદાર થઈ શકીશ.”
“પણ એ મિલકત તમારા ખરા પુત્રની ગણાય.” “એ એને કદી હાથ નહિ લગાડે.” શાથી?”
મને એ સવાલ ન પૂછીશ. મને મરતો બચાવ્યા પછી છેવટની ઘડીએ તું મને આમ રિબાવ્યા જ કરશે?”
“ના, ના, મારો ઇરાદો તમને દૂભવવાનો ન હતો. ભલે હું એ પૈસા રાખીશ, બસ?”
“ભગવાનની દયા.”
ડી ક્ષણ સ્ટિફન ચૂપ રહ્યો. ગ્રીલા અવારનવાર પાસે આવ્યા કરીને સ્ટિફનનું દુ:ખ હળવું થાય એવા ઉપાયો કર્યા કરતી હતી.
અચાનક સ્ટિફન બોલી ઊઠયો, “બેટા, તું એમ માને છે કે, કદીક તું મારા પુત્રને ભેગો થઈશ?”
“ભેગો થઈશ જ વળી; હું જે કામ કરવા અહીં આવ્યો છે, તે પૂરું થતાં હું મારે વતન પાછો જવાનો છે. અમારો દેશ મોટો છે, પણ ત્યાં વસ્તી બહુ થોડી છે; એટલે ત્યાં કોઈ માણસ શોધવાથી ન મળે એવું ન બને. ત્યાં તે કઈ તરફ ગયો છે?”
એ તે મને ખબર નથી; તે પણ કોઈને શોધવા ગયો છે. પણ તે બહુ ભલો અને સારો છોકરો છે, હું એટલું તને ખાતરીપૂર્વક કહી શકું છું. અને કોઈ બાપની આખર ઘડી આવી હોય ત્યારે પોતાના પુત્રની બાબતમાં તેને એટલી ખાતરી હોવી, એ કેટલી બધી નિરાંતની વસ્તુ છે, બેટા ! તે પણ તેના બાપને બહુ ચાહે છે – એટલે કે તે બહુ આ૦ – ૩