________________
૧૧૪
આત્મ-બલિદાન નાનો હતો ત્યારે મને ખૂબ ચાહતો હતો. તેને મા ન હતી, એટલે મેં જ તેને બચપણમાં ઉછેર્યો હતો. અને બચપણમાં તે મને જરૂર ચાહતો હતો; જોકે, અત્યારે તે મારું નામ ધારણ કરતો નથી – કદાચ તેમ કરવા ઇચ્છતો નથી.” '
જેસને એ વાક્યનો અર્થ સમજવા સ્ટિફન ઓરી સામું જોયું અને પછી ગ્રી સામું જોયું. સ્ટિફનની નજરે એ ન પડયું. તેની આંખે ઝાંખપ આવી ગઈ હતી, અને તેનો અવાજ પણ ઘૂંટાતો હતો. તેણે આગળ ચલાવ્યું, “હું તેને સન-લૉસ કહે, કારણ તેના વાળ ખરેખર એવા જ હતા. તે મારે ખભે જ બેઠેલો રહેતો. અમે બે જ તે વખતે ભેગા રમ્યા કરતા; કારણ કે, અમે બંનેને બીજું કોઈ સોબતી ન હતું. મારી આખી દુનિયા એનામાં જ સમાઈ રહી હતી. પણ એ તો ઘણા દિવસ પહેલાંની વાત છે. બેટા સન-લોકસ, મારા નાનકા સન-લૉસ –
સ્ટિફન થોડું હસ્યો; પણ થોડી વારમાં તે પાછો લવરીએ ચડી ગયો. તેની આંખ ઉઘાડી હતી પણ તે કશું જોતો ન હતો. પણ અચાનક તેના ચહેરા ઉપર આનંદની આભા છવાઈ રહી. જાણે તે તેના નાના છોકરા સાથે રમતો હતો, અને તે જે કંઈ કાલું કાલું બોલતો હતો, તે હસતાં હસતાં સાંભળતો હતે. વચ્ચે વચ્ચે તે જાણે તેને કશું ગાઈને તેને છાનો રાખતો હોય કે સુવાડતો હોય એમ તેના હાથની અને ચહેરાની ચેષ્ટા થઈ જતી. અચાનક તેણે પિતાના બંને હાથ છાતીએ દબાવ્યા, જાણે પોતાના નાના લાડકાને છેવટનો છાતીએ દબાવ્યો!
ગ્રીબા તે આડો હાથ રાખી રહ્યા જ કરતી હતી. જેસન ખુલ્લંખુલ્લા તો રડી ન પડ્યો, પણ તે ગળગળે થઈ જઈ એટલું તે બે જ “જે પોતાના દીકરાને આટલો બધો ચાહે છે એને છેક જ ખરાબ માણસ ન કહી શકાય.”
હવે સ્ટિફનનો સનેપાત વધતું ચાલ્યું. થોડી વાર બાદ તેની