________________
સ્ટિફનને અંત નજર સમક્ષનું ચિત્ર જાણે બદલાઈ ગયું અને તેના ચહેરા ઉપર ભય અને આજીજીનો ભાવ છવાઈ ગયો.
જસને દરમ્યાન ગ્રીબાને પૂછયું, “પૉર્ટ ઍરિન કેટલુંક દૂર છે?”
“ત્રીસેક માઈલ,” ગ્રીબા તેના અણધાર્યા સવાલથી ચોંકીને , બેલી, “આ માણસ પહેલાં ત્યાં જ રહેતો હતો.”
“આ માણસ પૉર્ટ ઍરિન રહેતો હતો?”
“હા, તેની પત્ની મરી ગઈ ત્યારથી. ત્યાર પહેલાં તે, તેની પત્ની, અને માઇકેલ સન-લૉસ અહીં રહેતાં હતાં. તેની પત્નીનું બહુ કરુણ મૃત્યુ થયું હતું.”
“કેવી રીતે ?”
“તેના પતિના કોઈ દુશ્મને તેની હત્યા કરી હતી. તે માણસ તે નાસી ગયો, પણ પોતાનું નામ પાછળ ભીંત ઉપર લખતો ગયો હતો –ૉટ્રિકસન.”
“પૅટ્રિકસન ?”
“હા, એ વાતને ચૌદ વર્ષ વીતી ગયાં; ત્યારથી માંડીને આ માણસ પૉર્ટ ઍરિન મુકામે જ રહેતા હતા. તમારે ત્યાં જવું છે?"
“હા, મારો ઈરાદો તો છે જ.” “ ત્યાં શું કામ છે?” ગ્રીબાએ જરા ચોંકીને પૂછયું. “કોઈને શોધવાનો છે.”
એ “કોઈ' કોણ છે?” “મારા બાપ.”
પણ તમારું માને છે તેમણે દુ:ખ દીધું હોય, તે પછી તેમને શોધવા જવાની શી જરૂર ?”
“મારી માનું વેર લેવા.” તમે બેટા માટે અહીં આવ્યા છો, શું?”