________________
આત્મ-બલિદાન હા, આજે જો અમારું જહાજ, કિનારે અફળાઈને તૂટી ન ગયું હોત, તે હું દરિયામાં ભૂસકો મારી, તરતે તરત આ કિનારે આવવાને હતો.”
નવાઈની વાત છે; આ માણસ પણ જ્યારે આ ટાપુમાં ઓગણીસ વર્ષ પહેલાં આવ્યું હતું, ત્યારે એ રીતે વહાણમાંથી કૂદી પડીને જ આવ્યો હતો.”
“હા, બરાબર ઓગણીસ વર્ષ અગાઉ!” જેસન જાણે ઊંઘમાં બેલતો હોય તેમ ગણગણ્યો. ગ્રીબા તેના તરફ જોઈ ભયથી ધ્રૂજવા લાગી.
– થોડી જ ક્ષણમાં જેસનને ચહેરો જંગલી જાનવરને હોય તેવો ઝનૂની બની ગયો હતો.
સ્ટિફનને સંપાત પણ વધતો ચાલ્યો. હવે તેના મોંએથી ભાગીતૂટી અંગ્રેજીના શબ્દો નીકળવાને બદલે અચાનક બીજી જ ભાષાના શબ્દો નીકળ્યા. ઝીબા એ ભાષા ન સમજી શકી, પણ જેસન સમજી ગયો, અને બોલી ઊઠ્યો, “ઈ-ઈ-સ્સ, આ માણસ આઇસલૅન્ડનો છે!”
તો તમે એ વાત અત્યાર સુધી જાણતા ન હતા?” ગ્રીબાએ તરત પૂછ્યું.
“એનું નામ શું છે?” જૈસને જવાબ આપવાને બદલે સામું
પૂછ્યું.
તમે અત્યાર સુધી એનું નામ સાંભળ્યું નથી?” ગ્રીબાએ વધુ કંપી ઊઠીને જવાબ ન આપ્યો, અને સામે પ્રશ્ન કર્યો.
એનું નામ શું છે?” જેસને પોતાને આગ્રહ ચાલુ રાખ્યો.
ગ્રીબા તરત જ બૂમ પાડી ઊઠી, “ઓ ભગવાન!” અને તરત લથડિયું ખાઈને એક-બે ડગલાં પાછી હટી ગઈ.