________________
૧૧૨
આત્મ-બલિદાન તે શું તે જીવતા છે?”
મને ખબર છે તે પ્રમાણે જીવતા છે.”
સ્ટિફન તરત કોણીને ટેકે ફરી ઊંચો થઈ બોલી ઊઠયો, “તારા બાપે તારી માને તજી દીધી છે?”
એમ જ કહેવું જોઈએ.”
“એ કેક હલકટ બદમાશ માણસ હશે? પણ હું કયે એ એને દોષ દઈ શકું? પણ બેટા, તારી મા જીવે છે?”
“ના.”
તો તારા બાપુ ક્યાં છે?” “એમનું નામ ન દેશે.”
તે તારું નામ શું છે, બેટા?” “જે સન.” એ નામ સાંભળી સ્ટિફનને કંઈક નિરાંત થઈ. પછી તે ગણગણ્ય, તારા જેવા પરાક્રમી ભલા પુત્રને પામીને પણ અપનાવી ન શકયો એ બાપને કેવો અભાગિયો ગણવો જોઈએ?”
પણ હવે સ્ટિફનની આખરી ઘડી આવી પહોંચી હતી. તેનો શ્વાસ ટૂંકાતો જતો હતો. છતાં તેણે મહાપરાણે કહ્યું,
“બેટા?”
કહો, શું છે?” જેસને પૂછ્યું. “મેં તારો ભારે મોટો અપરાધ કર્યો છે.”
તમે વળી મારો છે અપરાધ ક્યારે કર્યો હોય? આપણે દરિયાકિનારે થોડી વાર પહેલાં તો ભેગા થયા.” જેસને નવાઈ પામી પૂછ્યું.
“બેટા, આજે રાતે જ મેં તારે અપરાધ કર્યો છે.” “કેવી રીતે?”