________________
બુકા અદમ ફૅરધરની દાસતાં
૨૭૩ અગિયાર જણ અગિયાર ટુ ઉપર બેસી ગયા, અને બારમા ટુંને તેમના ખાનપાનની સામગ્રીનું ગાડું ખેંચવાને કામે લીધું. ટટટુના દરેકના ૪૦ ક્રાઉન એટલે બે-બે પાઉડથી કંઈક વધુ આપવા પડ્યા, અને ભોમિયાને રોજના બે ક્રાઉન આપવાના હતા.
તેઓ થોડે દૂર ગયા હશે, એવામાં એમની પાછળ એક બાઈ પોતાના હાથમાં બાળક સાથે દોડતી આવી, અને પોતાને એમની સાથે લઈ જવા કરગરવા લાગી. તેની કાકલૂદી સાંભળી, તથા તેનો કરુણ ચહેરો જોઈ, આદમે તેને પેલા સામાન ભરેલા ગાડામાં બેસાડી લીધી.
પણ એકાદ કલાક માંડ વીત્યો હશે, તેવામાં એક પુરુષ ટુ દોડાવતો તેમની પાછળ આવ્યો અને કહેવા લાગ્યો કે એ બાઈ તેના બાળકને ચેરી લાવી છે, તે પાછું અપાવો. ભોમિયા મારફતે પૂછપરછ કરતાં એ બાઈએ જણાવ્યું કે, એ માણસ ખરેખર આ બાળકનો બાપ છે; અને હું પોતે એ બાળકની મા છું. પરંતુ એ માણસ ખેડૂત હોઈ, તેણે વંશજ પુત્ર મેળવવા ખાતર જ મારી સાથે લગ્ન કર્યું હતું, અને પુત્ર જન્મતાં અને મોટા થતાં મને હાંકી કાઢી હતી. મારા પુત્ર પ્રત્યેની મમતાથી હું એક વખત લાગ જોઈ છાનીમાની ઘરમાં ઘૂસી તેને લઈને ભાગી આવી હતી.
આદમે એ માણસને કહ્યું કે, પત્નીને મારીને ગમે ત્યારે કાઢી મૂકી શકાય એ આ દેશનો કાયદો હોય તોપણ, તે અમાનુષી કાયદો છે; એટલે હું આ બાઈને રક્ષણ આપીશ જ.
પેલો માણસ એ જવાબ મળતાં પાછો ફર્યો, અને આદમ અને તેની મંડળી આગળ ચાલ્યાં.
રસ્તે જતાં મંડળીના બે જણ બીમાર પડ્યા એટલે તેમને વચ્ચે આવેલા એક ફાર્મના લોકોને સોંપી દીધા; અને જણાવ્યું કે, અમે રાજધાની પહોંચ્યા બાદ એમને પાછા લેવા આવીશું. એ ફાર્મના લોકો આ૦ – ૧૮