________________
२७२
આત્મ-અવિદાન
હતું નહિ, એટલે તેણે જમીન માર્ગે કયાં કેટલા વખતમાં પહોંચાય તેનો અંદાજ કાઢવા માંડયો. જહાજમાંથી કાઢી લીધેલા નકશાઓ, તથા પોતાના લાડકો માઇકેલ સન-લૉક્સ જ્યારે આઇસલૅન્ડ જવા ઊપડયો ત્યારે આઇસલૅન્ડના કિનારાની મેળવેલી માહિતીની યાદદાસ્તને આધારે તેણે અંદાજ કાઢયો કે, કિનારાની પટ્ટીએ પટ્ટીએ જ જો ચાલ્યા કરે, અને સૌ એટલો વખત જીવતા રહે, તો તે એટલી સામગ્રીથી રેતિિવક પહોંચી શકે ખરા. વચ્ચે કોઈ ગામ આવતું હશે કે કેમ એની તો ખાતરી નહિ, એટલે આદમે તૂટી ગયેલા હાજનાં સઢ અને લાકડાંમાંથી તંબૂ જેવું કંઈક ઊભું કરી શકાય તેટલો સામાન બનતી કોશિશે કઢાવી લીધા.
આટલી તૈયારીઓ પછી તેઓએ પેાતાની વૈકાવિક તરફની મુસાફરી શરૂ કરી.
રાત પડતા પહેલાં તે ઘાસ-છાયાં છાપરાંવાળાં ઘરાના એક ગામ પાસે આવી પહોંચ્યા. પણ એ તે અનુલ્લંઘનીય પહાડોને કારણે આઇસલૅન્ડના જ બીજા વતનીઓથી અલગ પડી ગયેલા લોકોનું ગામ હતું. તેમની પાસે જહાજ ન હેાવાથી તથા દરિયાનો ભાગ એ તરફ છેક જ ખરાબ હાવાથી, દરિયામાર્ગે પણ કોઈ એ તરફ આવી-જઈ શકે તેમ નહેતું. સૂકવેલાં માછલાં ખાંડીને તેમના બનાવેલા રોટલા એ જ તેમનો આહાર હતો.
એ લોકોની ભાષાના કેટલાક શબ્દો આદમ સમજી શકયો. એટલે પેલા લોકો, આદમને, પેાતાની વસાહતમાંથી બચપણમાં ચાલ્યો ગયેલો – ખાવાયેલો એક જુવાન જ વર્ષો બાદ પાછા આવ્યો છે એમ માની, તેને ખૂબ ભેટવા – મુંબવા લાગ્યા. આદમ સમજી ગયો કે, ઘણા જૂના વખતમાં મૅન-ટાપુમાંથી જ જહાજમાં બેસી નીકળેલાં અને દરિયાઈ હાનારતથી આ બાજુ ઘસડાઈ આવેલાં કોઈ લોકોની એ વસાહત છે. આ તરફ થતાં ટટવાં જેવાં બાર પ્રાણી તેઓએ આ લોકો પાસેથી ખરીદ્યાં, અને એક ભામિયા જેવા માણસ ભાડે રાખી લીધો.