________________
બુદ્દા આદમી ફેબ્રધરની દાસ્તાં ર૦૧ જહાજ બરફમાં તદ્દન ચોટી ગયું હતું, અને હવે તો ક્યારે કઈ બાજુથી કયું પાટિયું બેસી જશે એની ચિંતામાં જ તેઓ રાતભર જાગના બેસી રહ્યા.
સવાર થતાં કમાને સૌને લેવાય તેટલી ખાવા-પીવાની વસ્તુઓ લઈ જહાજમાંથી કિનારે ઊતરી પડવાનો હુકમ કર્યો.
| કિનારો તદ્ન વેરાન તથા ઉજજડ હતા. ક્યાંય કશા ઘર જેવું કે આશરો લેવાય તેવી બખોલ જેવું પણ દૂર સુધી નજરે પડતું ન હતું. તેઓ પવનના ઝપાટાથી બચવા માટે પથરા ગોઠવી, આડ જેવું કરી, જહાજની પાસે જ પડી રહ્યા – એવી આશાએ કે પેલો બરફ કદાચ ઓગળે તે વહાણ પાછું છૂટું થાય. આખું વહાણ જાણે બરફને પર્વત હોય એવું જ હવે દેખાતું હતું.
પણ દરમ્યાન તે લોકોની માઠી વલે બેસી ગઈ. કેટલાક તો બરફીલા ઠંડા પવનથી બેભાન થઈ ગયા; કેટલાકના દાંત છૂટા પડી ગયા – તેમનાં અવાળાં ખરી પડ્યાં; અને કેટલાકના પગ ઉપર મોટાં મોટાં ચાંદાં ઊપસી આવ્યાં. . છેવટે એક દિવસે જહાજ કિનારાના ખડકો સાથે અફળાઈને છુંદાઈ ગયું, ત્યારે જહાજનો ભલો કમાન પણ હતાશ થઈ માંદા પડ્યો. તેને લાગ્યું કે હવે તેને અંત નજીક આવ્યો છે, એટલે તેણે આદમને પોતાની પછી આખી મંડળીનો મુખિયો નીમ્યો. સૌએ દિલ દઈને છેવટ સુધી તેની બનતી સારવાર કરી, પણ ફરીથી તે ઊભો થઈ શક્યો નહિ : થોડા દિવસ બાદ મરણ જ પામ્યો.
આદમે હવે મંડળીના નિમાયેલા અને વરાયેલા આગેવાન તરીકે માણસે, કપડાં અને ખાનપાનનો ક્યાસ કાઢયો. કુલ અગિયાર માણસો હતા – પહેરેલ કપડે જ; અને ખાનપાન તો બહુ કરકસરથી વાપરે તોય માંડ ત્રણેક અઠવાડિયાં ચાલે. હવે દરિયા-માર્ગે તો જવાય એમ