________________
૨૭૪
આત્મ-બલિદાન ભલા અને માયાળુ હતા, અને તેઓ પેલા બેને પોતાની પાસે રાખવા કબૂલ થયા.
પેલી બાઈના બાળકના કાલા કાલા શબ્દો અને ટહુકા સાંભળી આદમની મંડળીને ઘણો આનંદ થતો અને કપરી આબેહવા છતાં તેમનો ઉત્સાહ કાયમ રહેતો. પણ એ બાળકે છેવટે માંદું પડ્યું અને પછી તો મરી જ ગયું. પેલી બાઈ એથી ગાંડા જેવી થઈ ગઈ અને આદમને જ એ બાળકને આવે વેરાન સ્થળે લાવીને મારી નાખવા બદલ જવાબદાર ગણવા લાગી. આદમ તેનું દુ:ખ જોઈ, તેના કડવા શબ્દો સાંભળી રહ્યો. મંડળીએ છેવટે એક જગાએ એ બાળકને દાટી તેના ઉપર નિશાની તરીકે એક ડાળખી રોપી. થોડા વખતમાં એ બાઈ એમની મંડળીમાંથી અલેપ થઈ ગઈ અને પછી તેનું શું થયું તે કોઈ જાણી શક્યું નહિ.
પણ બીજે દિવસે સવાર થતાં તેમની પાછળ પુરપાટ ટહુઓ દોડાવતા આવતા કેટલાક માણસો નજરે પડ્યા. તેમાંનો એક તો પેલી બાઈનો પતિ હતો અને બીજો એ તરફનો શેરીફ” હતો. તે બેએ આદમને પેલું બાળક સોંપી દેવા જણાવ્યું. આદમે બાળક મરણ પામ્યાની અને બાઈ અલોપ થઈ ગયાની વાત તેમને જણાવી. તે સાંભળી એ બાઈનો પતિ આદમ ઉપર પોતાની છરી વડે હુમલો કરવા જતો હતો, પણ પેલા શેરીફે તેને વાર્યો અને આદમને જેલમાં લઈ જવા હુકમ કર્યો.
એ સાંભળી આદમની મંડળીના નવ મજબૂત ખલાસીઓ તરત પેલા આઇસલૅન્ડના દશ સુકલકડી લોકોનો સામનો કરવા તૈયાર થઈ ગયા. પણ આદમે તેમને વાર્યા. શેરીફ પણ આદમને પોતાની સાથે પકડી જવા ઉત્સુક ન હતો. તેણે કાગળિયાં કરી આદમને જ આપ્યાં અને આગળના બીજા પરગણાના શેરીફ પાસે જઈ તેને એ કાગળો અને પોતાની જાત સંપી દેવા ફરમાવ્યું. કારણકે, “એ પરગણામાં જ
પરગણાને મુખ્ય ન્યાયાધીશ. - સંપ૦