________________
૨૭૫
બુદ્દા આદમ ફેરબ્રધરની દાસ્તાં જેલ હતી; અહીંના પરગણામાં જેલ ન હતી.' આટલું કહી એ મંડળી પાછી ફરી.
આદમની મંડળીના ખલાસીઓ આ લોકોની ભલમનસાઈ કે બાઘાઈ ઉપર હસતા હસતા આગળ ચાલ્યા; કારણકે, જાતે થઈને કર્યો મૂરખ એ કાગળિયાં જેલ આગળ લઈ જઈ પોતાની ધરપકડ વહોરે! પણ આદમે વિચાર્યું કે, આ તરફના લોકો સીધાસાદા અને ભોળા છે – તેઓ જૂઠ કે કૂડકપટ જાણતા નથી. એટલે તેણે તો એ હુકમ માથે ચડાવવાનો જ નિર્ણય કર્યો; અને ભોમિયાને આડા ફંટાઈને પણ પેલા પરગણા તરફ જ પિતાને લઈ જવાનો હુકમ કર્યો.
રાત પડયે તેઓ જેલખાને પહોંચ્યા. ત્યાં આગળ આદમે પિતાની મંડળીની ભાવભીની વિદાય લેવા માંડી. તેણે તે સૌને જણાવ્યું કે તેઓએ એની રાહ જોયા વિના રેકજાવિક પહોંચી જવું, અને ત્યાંથી જહાજ મળે પોતાને વતન ઇંગ્લેન્ડ ઊપડી જવું.
બધા ભલા ખલાસીઓ આદમથી છૂટા પડતાં રડવા લાગ્યા; તથા આદમની આમ હાથે કરીને કેદ પકડાવાની વાતને મૂર્ખાઈભરી ગણવા લાગ્યા. પણ તેમનામાંનો એક જેક નામનો ખલાસી બીજું કશું બોલ્યા વિના માત્ર રાજી થતો ડચકારા વગાડવા લાગ્યો.
પછી આદમ જ્યારે શેરીફ પાસે પોતાની ધરપકડ કરાવવા રજ થયો, ત્યારે શેરીફે તેની પાસે પહેલા શેરીફે આપેલા હુકમના કાગળો માગ્યા. પણ કોણ જાણે એ બધા રસ્તામાં પડી ગયા કે શું થયું. એ કાગળો આદમના ખીસામાંથી નીકળ્યા જ નહિ. જરા દૂર સુધી રસ્તા ઉપર પણ તપાસ કરાવવામાં આવી; પણ એ કાગળ હાથ લાગ્યા નહિ. એટલે એ શેરીફે કાગળો વિના આદમની ધરપકડ કરવાની ઘસીને ના પાડી, અને એને છૂટો જવા દીધો.
બધા ખલાસીએ આ લોકોની બાઘાઈ અને ભેળપણની મશ્કરીઓ કરતા ખૂબ હસવા લાગ્યા; માત્ર પેલો જેક જ આદમ જ્યારે તેની તરફ જોતો ત્યારે તેની નજર ચુકાવવા લાગ્યો.