________________
આત્મ-બલિદાન વાત એમ બની હતી કે, જહાજ ઉપર બધા ખલાસીઓ બદલાયા, તે જ વખતે સ્ટિફન એરીએ ફાનસ તોડી પાડયું હતું. એટલે ડેવીએ જ્યારે સુકાનનો કબજો છેડયો અને બીજા આઇરિશ સુકાનીએ તેનો કબજો સંભાળ્યો, ત્યારે બંનેમાંથી કોઈની નજર દીવા તરફ ન હતી. અને પછી સ્ટિફન ઓરી જ્યારે બૂમ પાડી પાડીને જહાજવાળાઓને ચેતાવવા દોડી આવ્યો, ત્યારે નીચે કેનરી પંખીવાળી ધમાલ ચાલતી હતી, એટલે તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહિ. ધુમ્મસ અલબત્ત થોડું ઊંચું ઊડ્યું હતું, છતાં ચંદ્ર કે તારાઓનું અજવાળું જરાય ન હોવાથી આકાશ એટલું બધું અંધારઘેરું હતું કે, પાસે જ ખડકાળ છીછરો દરિયો અને જમીન છે, એનું કશું એંધાણ દરિયા ભણી નજર રાખનારને મળ્યું નહિ.
પરિણામે જહાજ મોજાં અને પવનના જોરે સીધું કિનારા તરફ ઘસડાવા લાગ્યું. થોડા સમય પછી સુકાનીએ એક નાનોશો દીવો દૂર જોયો. તેણે માની લીધું કે એ પૉઇન્ટ ઑફ આયરનો દીવો છે. ખરી રીતે તે રૅસે બંદરના ધક્કા ઉપરનો દીવો હતો.
મધરાત થવા આવી હતી. સુકાનીને અચાનક બે વધુ પ્રકાશિત દીવા દેખાયા. તેણે માન્યું કે રેસે બંદર આવ્યું એટલે તેણે સુકાન તે તરફ વાળ્યું. પણ દરિયા તરફ નજર રાખનારો માણસ અચાનક બોલી ઊઠ્યો, “બધ્ધા ઉપર દોડી આવો - જહાજ ખડક તરફ ધસી રહ્યું છે.”
- એ અવાજ નીચે ભંડકમાં પહોંચતાં બધા ઉપર દોડી આવ્યા. બધાએ જોયું કે, કાળા અંધારામાં જોરદાર ભરતી ખડકાળ કિનારા તરફ જહાજને ધકેલી રહી હતી; અને ખડકો સાથે પછડાઈને છિન્નભિન્ન થતાં મેજા પાસે જ દેખાતાં હતાં.
કતાને તરત લંગર નાખવાનો હુકમ આપ્યો. પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. લંગર હજુ તો જમીનને અડકે તે પહેલાં જહાજ રેમ્સના અખાતના છીછરા પાણી તળેની ખડકાળ કાંગરીમાં ફસાયું,