________________
૧૫૮
આત્મબલિદાન પણ દીકરીને આપેલો અઠવાડિયાનો સમય મિસિસ ફેબ્રધરને માટે વધારે પડતો લાંબો નીવડ્યો – થોડા જ વખતમાં તે મરણ પથારીએ પડયાં. અને આદમ તેને શાપ આપી ઘર બહાર નીકળ્યો હતો તેને એક મહિનો પણ વીત્યો નહીં હોય અને આદમે ભાખ્યું હતું તેમ તે પસ્તાતી અને દુ:ખી થતી આ દુનિયામાંથી સિધાવી ગઈ.
અલબત્ત, તેણે આદમનો શાપ વિફળ કરવા, જેમના જેમના પૈસા હક કરતાં વધારે પડાવ્યા હતા, તેમને બધાને – એટલે કે તેમની બાદ જીવતી રહેલી તેમની વિધવાઓને કે અનાથ બનેલાં છોકરાંને – બોલાવી બોલાવી એ રકમ પાછી અપાવી. પણ તે વખતે તેને ખબર પડી કે, એ વધારાના પૈસા પડાવતાં અને આકરી રીતે વસૂલ કરતાં કેટલાંય જીવનો હંમેશ માટે બરબાદ થઈ ગયાં હતાં.
મરતા પહેલાં મિસિસ ફેરબ્રધરે છયે છોકરાઓને બેલાવી, ખેતર ઉપરના કામકાજની ઝીણવટભરી સૂચનાઓ આપી દીધી અને જણાવ્યું કે, કદી જમીનના ભાગલા ન પાડતા. ભેગા જ રહેશે તો સુખી થશે. અને ભેગા રહેવું હોય તો આ ઘરમાં ઐયરો ન લાવતા – નહીં તો તમે બધા એક દિવસેય ભેગા નહીં રહી શકે.
ભાઈઓએ એમ કરવાનું વચન આપ્યું. આદમને એક પૈસે પણ આ મિલકતમાંથી ન આપશો એમ જણાવીને મિસિસ ફેરબ્રધરે ગ્રીબાને તેનો ભાગ પૂરેપૂરો કાઢી આપવાની તથા તે પોતે જ્યાં પરણવાની ઇચ્છા રાખે ત્યાં તેને પરણવા દેવાની ભાઈઓને તાકીદ
ભાઈઓએ એ બાબતનું પણ તેને વચન આપ્યું.
પણ પુરુષોને અને ખાસ કરીને ભાઈઓને આપસમાં ઝઘડવું હોય તો વચ્ચે સ્ત્રી હોવી જ જોઈએ એવું જરૂરી નથી. એટલે માતાના મૃત્યુ પછી તરત જ છયે જણા ઝઘડવા મંડી ગયા. અંદર