________________
અવળચંડી ભવિતવ્યતા
૧૫૭ માઇકલનો જવાબ આવે નહિ ત્યાં સુધી તેણે જેસનને ભેગા થવાનું બિલકુલ ટાળી દીધું. તે જો રસ્તા ઉપર તેને સામો આવતો જોતી, તો તરત ખેતરોમાં ફંટાઈ જતી. તે જો ઘરમાં આવતો, તો તે કોઈક ને કોઈક બહાને રસોડાની બહાર નીકળી જતી.
જેસન પિતાને ટાળવાનો ગ્રીબાનો ઈરાદો સમજી જતો, અને તેની શાંત અને તરત ખિન્ન બની જતી તથા તેનો સુદઢ ચહેરો ખેંચાવા લાગતો. તે ત્યાંથી તરત પિતાને કામે ચાલ્યો જતો; પણ તે કામ કરવાનો તેના હૃદયનો ઉત્સાહ ઓસરી જતો.
ગ્રીબાની મા જેસન પ્રત્યેનો ગ્રીબાનો એવો વ્યવહાર જોઈ ગુસ્સે થઈ જતી અને પૂછતી, “એણે તારું શું બગાડ્યું છે, રી?”.
“કશું જ નહિ.” ગ્રીના જવાબ આપતી.
તો પછી તેને ઘરમાંથી આમ કેમ તગેડી મૂકે છે, વારુ?” ઝીબા એ સવાલનો કશો જવાબ ન આપતી.
“જો, તારી રીતભાત તારે સુધારવી પડશે, તારે હવે પરણી કરીને અહીંથી ચાલ્યા જવાનો વખત થઈ ગયો છે.”
પણ મારે અહીંથી ચાલ્યા જવું ન હોય તો?”
“જા, જા, હવે. પણ સાંભળી લે; હું તને એક અઠવાડિયાનો સમય આપું છું – છોકરો સારો છે, કામગરો છે, અને થોડા વખતમાં માલદાર થઈ જવાનો છે. એક અઠવાડિયા બાદ તારે તેને સીધો જવાબ આપવો પડશે. આવતા.. પર્વને દિવસે તું તેવીસ વર્ષની થઈશ; એ ઉંમરે તારી માએ તો તારા બે ભાઈઓને જયા હતા.”
પણ મારા કેટલાક ભાઈઓ તો મારા કરતાં બમણી ઉંમરના છે, છતાં તમે એમને પરણાવવાનું તો નામેય દેતાં નથી.” ગ્રીબાએ
કહ્યું.
છોકરાઓની વાત જુદી છે.” મિસિસ ફેબ્રધરે જવાબ
આપ્યો.