________________
૨૮૪
આત્મબલિદાન રેક જાવિક મોકલી દીધા હતા. એટલે જેસનને જોકે રેફાવિકમાં રાજ્યપલટો થયાના સમાચાર હવામાંથી ઊડતા અહીં મળ્યા હતા, છતાં, પોતે જેને શોધતો હતો એ માઇકેલ સન-લૉસ પોતાની પેઠે સજા પામી ગંધકની ખાણોમાં કામ કરવા આવ્યો હોય, એવી તો તેને કલ્પના જ આવી શકે તેમ નહોતું.
બીજી બાજુ માઇકેલ સન-લૉકસ જોકે જાણતો હતો કે, જેસનને ગંધકની ખાણોમાં કામ કરવા મોકલી આપવામાં આવ્યો છે, પણ સાથે સાથે તે એ પણ જાણતો હતો કે, તેણે પોતાના પતન પહેલાં બે દિવસ અગાઉ જેસનને તાબડતોબ છૂટો કરવાનો હુકમ આપી દીધો હતો. ઉપરાંત જૉર્ગન જૉર્ગન્સને જૂના બધા કેદીઓને મુક્ત કરી દીધા હતા, એટલે જૅસન તો અહીંથી છૂટો થઈને ક્યારનો પાછો પહોંચી ગયો હશે, એમ જ તે માનતો હતો.
પરંતુ બનવાકાળ તે જેસનને બક્ષેલી માફીને હુકમ અહીં ગંધકની ખાણોમાં પહોંચતાં ઢીલ થઈ, અને દરમ્યાન નવા ડેનિશ કેપ્ટને જના કેદીઓમાંથી માત્ર રાજદ્વારી કેદીઓને જ છૂટા કર્યા અને બદમાશ ડામિજ ગણાતા કેદીઓને તો અહીં જ રહેવા દીધા. એ પચાસેક કેદીઓ જૉર્ગન જૉર્ગન્સનના જૂના રાજ્યકાળ દરમ્યાન સજા પામી દૂર દૂરને સ્થળેથી આવેલા હતા, એટલે તેઓ જૈસનને કે માઇકેલ સન-લૉસને જરાય ઓળખતા ન હતા.
કેદીઓ માટેની બંને બરાક સામસામે ઉત્તર-દક્ષિણ છેડે આવેલી હતી. એકની આગળ ઘૂઘવતો અફાટ દરિયો હતો અને બીજાની પાછળ ઊંચાનીચા વિષમ કિનારાવાળું ઘેરું સરવર હતું.
જેસનને દરિયા-કિનારાવાળું રહેઠાણ મળ્યું હતું, અને માઈકેલ સન-લૉકસને સરોવર-કિનારાવાળું. આ બંને મકાનો લાકડાંનાં ચોખંડાં ડીમચાંનાં બનાવેલાં હતાં અને તેમની ફરસ માટીની હતી. પથારીઓ તરીકે કેદીઓને પાટિયાંની પાટલીઓ આપવામાં આવતી.