________________
માફી
૨૩૭ ભલે ખરાબ માણસ હતા, છતાં મને તો મનમાં તેમને આપેલું વચન અવારનવાર ડંખ્યા જ કરતું હતું. એટલે હવે, વહાલી ઝીબા, તું સમજી શકશે કે, હું શાથી એ માફીપત્ર ઉપર સહી કરવા તૈયાર થયો છું. મારો ભાઈ ગંધકની ખાણોમાં જાનવરની પેઠે ગુલામી કરતો રહે, અને હું અહીં તારી સાથે એક ક્ષણ પણ સુખે શી રીતે રહી શકું? તેને મારા ઉપર વેરભાવ ઊપજ્યો હોય, તો તે સ્વાભાવિક છે; અને તેથી મને મારી નાખવાનો ગાંડો વિચાર તેને આવ્યો પણ હોય. પરંતુ તેમાં તે સાચે હોય કે ખોટો, પણ મારે કારણે તેને હું સજા નહિ થવા દઉં. મને તેનો જરા પણ ડર નથી, અને તારે પણ જરાય ડર રાખવાનો નથી.”
ગ્રીબા હવે રડી પડી. તે બેલી, “તમારા જેવા માણસની પત્ની થવાને હું લાયક નથી. હું બહુ નાના મનની છું. હું અહીં આવી જ શા માટે? સન-લૉકસ હું જૂઠું બેલી છું.”
“જૂઠું બોલી છે?”
“હા; જ્યારે મેં કહ્યું કે, હું જૅસનને ઓળખતી નથી, ત્યારે હું સાચું બોલી નહોતી.”
“ તો તું એને ઓળખે છે?” “હા; મૅન-ટાપુમાં તે હતા ત્યારથી.” મેન ટાપુમાં ?”
તે ત્યાં પાંચ વર્ષથી આવ્યો હતો. તમે જે રાતે અહીં આવવા હંકારી ગયા, તે જ રાતે તે મૅન-ટાપુમાં આવ્યો હતો.
“ તે મૅન-ટાપુમાં શા માટે આવ્યો હતો? પણ તને શી ખબર હોય? મારો એ સવાલ નકામો છે.”
“તે શા માટે આવ્યો હતો તે હું જાણું છું – તેણે પ્રતિજ્ઞા લીધી હતી - તમારા બાપુને અને તમને મારી નાખવાની. અને એ પ્રતિજ્ઞાનું પાલન કરવા તે મૅન-ટાપુમાં આવ્યો હતો.”