________________
૨૩૮
આત્મબલિદાન “ભલા ભગવાન ! મારા બાપુ તે રાતે દરિયાઈ હોનારતમાં ગુજરી ગયા એ સારું જ થયું; નહિ તો પોતાના પુત્રને હાથે તેમના જાન જાત !”
પણ એણે જ તમારા બાપુને એ હોનારતમાંથી હેમખેમ બચાવી આપ્યા હતા!”
“થોભ, થોભ એ વાત પછી કરજે;” માઇકેલ સન-લૉકસ બોલી ઊડ્યો. “તે અદાલતમાં તેની ઉપર મારા જાન લેવાની કોશિશ કરવાનો આરોપ મૂક્યો, ત્યારે તું એની એ પ્રતિજ્ઞાની વાત જાણતી હતી?”
હા.” ગ્રીબાએ નાછૂટકે જવાબ આપ્યો. એણે જ એ પ્રતિજ્ઞાની વાત તને કરી હતી?”
હા; અને તેણે પોતાની એ પ્રતિજ્ઞાની વાત કોઈને ન કરવાનું વચન મારી પાસે લેવરાવ્યું હતું, પણ મારા પોતાના પતિથી હું એ વાત ગુપ્ત રાખી ન શકું.”
પણ આખી દુનિયામાં તને જ તેણે પોતાની પ્રતિજ્ઞાની એ ગુમ વાત કહી દીધી, એ બહુ વિચિત્ર કહેવાય.”
પણ બદલામાં તેણે મને પોતાને પાપી ઇરાદો સદંતર ત્યાગવાનું વચન પણ આપ્યું હતું.” ગ્રીબા પોતાના શબ્દો કઈ તરફ વાતને લઈ જાય છે, એ વિચાર્યા વિના બોલી ઊઠી.
એ વસ્તુ વળી વધુ વિચિત્ર છે,” માઇકેલ સન-લૉસે કહ્યું. “પણ ઝીબા, તું જૈસનને ઓળખતી નથી, એવું તેં હમણાં જ પેલા કમરામાં મને શા માટે કહ્યું?”
“ત્યાં સ્પીકર હાજર હતા એટલે.” “પરંતુ સ્પીકર હતા માટે પણ એમ બોલવાની શી જરૂર?”
કદાચ મારા વિષે ખોટી અફવા ફેલાય અને તેથી મારા પતિના નામને બટ્ટો લાગે. પ્રેસિડન્ટની પત્ની વિષે ગમે તેવી વાત ચાલે, એ તો સારું ન જ કહેવાય !”