________________
૨૯૨
આત્મ-બલિદાન ગુલામ ! નાલાયક ગુલામ!” માઇકેલ સન-લૉસ તેની પાછળ તકી ઊઠ્યો.
જેસનને એ શબ્દો તીરની પેઠે વીંધી ગયા. પણ બીજા અર્ધા કલાકમાં તો બધી પથારીઓ સમેટી, તેમનો ઢગલો કરી, તેણે તેમાં આગ ચાંપી. પછી લાંબા વળાઓ વડે તે બધા ગઠ્ઠા ઝટ સળગે તે માટે તેમને વિખેરતો તે ઊંચા-નીચા કરવા લાગ્યો. એ મોટા તાપણાની જે ગરમી થઈ, તેનું બહાનું કાઢી, તેણે તેને બહાર ખુલ્લામાં કામ કરવા માટે મળતો મોટો ડગલો શરીર ઉપરથી ઉતારી નાખ્યો. તે વખતે ગાડે પણ એ તાપણાની દઝાડતી ગરમીથી દૂર ખસી ગયા. તે તકનો લાભ લઈ, જેસન ધુમાડાના ગોટાઓની ઓથમાં માઇકેલ સન-લૉક્સવાળી બરાકમાં ઘૂસી ગયો. બરાકમાં માઇકેલ સન-લૉસ ન હતો. પણ તેની સુવાની પાટલી શોધી કાઢી, જેસને તેના ઉપર પોતાનો ડગલો પાથરી દીધો. પછી જાણે કશો અપરાધ કરી નાસી જતો હોય તેમ તે ગુપચુપ બહાર ચાલ્યો આવ્યો.
પેલું તાપણું જ્યારે સળગી રહેવા આવ્યું, ત્યારે ગાડે જેસનને કહ્યું, “ચાલ જલદી તારો ડગલો પહેરી લે; અહીંથી હવે ખસીએ.”
જેસન આવ્યો અને ગાભરો બની ગયો હોય તેમ ચારે તરફ પોતાના ડગલા માટે ખોળાફેંફળા કરવા લાગ્યો.
અરે, એ ડગલો તો ક્યાંય નથી; ઢગલા ભેગો બળી ગયો કે શું?” તે વીલે મોંએ બેલી ઊઠ્યો.
હું? પથારીઓ ભેગો બાળી મૂક્યો? કે બબૂચક છે? હવે તને બીજો ડગલો નહીં મળે, ભલે ટાઢથી તું કરીને લાકડું થઈ જાય.” ગાર્ડે તેને ધમકાવતાં જવાબ આપ્યો.
આ ખાણોની દેખરેખ માટે નિમાયેલો નવ કેપ્ટન જાતે એ નિર્દય માણસ ન હતું, પણ જોર્ગન જૉર્ગન્સન જ રેકજાવિકમાં બેઠો બેઠો અમાનુષી હુકમો કાઢી કાઢીને કેદીઓને રંજાડી રહ્યો હતો. તેને