________________
૨૩
ગંધકની ખાણે દાઝ તો એકલા માઈકલ સન-લૉસ ઉપર જ હતી, પણ તે માટે તેને બધા જ કેદીઓનાં સુખ-સગવડ ખૂંચવી લેવાં પડતાં હતાં. પરિણામે કૅપ્ટન જ્યારે જ્યારે બહાર નીકળતો, ત્યારે કેદીઓ કડવી ફરિયાદો કરતા તેને ઘેરી વળતા. સૌથી વધુ ફરિયાદો કરનાર માઈકેલ સનલોકસ જ હતો. બીજી બાજુ સૌથી નમ્ર, સૌથી કહ્યાગરો અને સૌથી મૂંજી કહેવાય એ કેદી જેસન હતો. તેને જાણે કશી બાબતની પંચાત જ ન હતી. તેનું ચેતન જ જાણે લુપ્ત થઈ ગયું હતું. કશી બાબતની ફરિયાદ નહિ, કે કશી બાબતની તકરાર નહિ.
છતાં, ધીમે ધીમે કેપ્ટને કેદીઓ પ્રત્યે થોડી માનવતા દેખાડવાનું શરૂ કર્યું. જે જે કેદીઓ નમ્ર અને કહ્યાગરા હોય, તેમને વાડાની બહાર પોતાની સ્વતંત્ર ઝુંપડી બાંધીને રહેવાની છૂટ તેણે આપી : દશ કલાક તેઓ ખાણમાં આવીને કામ કરી જાય, અને બદલામાં પોતાનું રૅશન લઈ જાય. જેસન બહુ નમ્ર અને કહ્યાગરો મનાતો હોવાથી તેને સ્વતંત્ર ઝૂંપડી બાંધીને રહેવાની પહેલી પરવાનગી મળી. જેસને એ માટે માગણી કરી ન હતી, અને તેથી જ્યારે તેને તે પરવાનગી આપવામાં આવી, ત્યારે તેણે કહ્યું, “મારે બદલે બીજા કોઈને જવું હોય તો જવા દો.” પણ હુકમ એટલે હુકમ, ગાર્ડોએ હસીને જેસનને વાડાની બહાર ધકેલી કાઢયો.
જૈસને હૉસ્પિટલની નજીક, લાવાનાં ગચિયાંની ઝૂંપડી બનાવવા માંડી. તેની નજીકમાં એક બુટ્ટા પાદરી-કેદીનું એવું જ ઘોલકું હતું. તે પાદરીને જૉર્ગન જૉર્ગન્સને કેટલાંય વર્ષ અગાઉ ખાલી કેપભાવને કારણે કેદ કર્યો હતો.
જેસન જયારે ઝુંપડી બાંધવા લાગ્યો ત્યારે તેને મેન-ટાપુમાં પૉર્ટી-વૂલ આગળ પોતે જે પન-ચક્કી બાંધતો હતો તે વાત યાદ આવી; અને ગ્રીબાએ દીધેલા દગા બાદ પિતે તે પન-ચક્કીને ગુસ્સામાં આવી જઈ કેવી તોડી પાડી હતી, તે પણ.