________________
૨૯૪
આત્મબલિદાન જેસન પિતાની ઝુંપડી આગળ ઊભો રહી, ખાણોમાં કામ કરતાં જખમાયેલા કોઈ કેદીને હૉસ્પિટલ તરફ લઈ જવાતો જોતો, ત્યારે તે અચૂક તેના તરફ જોઈ રહેતો. ઊના પાણીના ઝરા ઉપરની એ ખાણમાં કામ કરવું કેટલું ખતરનાક હતું, એનો તેને તે વખતે વિચાર આવતો.
એવે વખતે હૉસ્પિટલમાંથી કોઈ બાઈને તે બહાર આવતી જોતું. તેણે એક વખત પેલા બુઢા પાદરી-પડોશીને પૂછ્યું, “એ બાઈ વળી કોણ છે?”
કોઈ પરદેશી નર્સ છે; પણ બહુ ભલી બાઈ છે. ઊના પાણીના ઝરાની છાંટથી હું મોં ઉપર સખત દાઝી ગયો, ત્યારે એણે જ મારી બહુ મમતાથી સારવાર કરી હતી.”
જેસનને તરત પોતાના જીવનમાં પણ એક સ્ત્રી પાસેથી મળેલા પ્રેમના વહાલસોયા પ્રસંગો યાદ આવ્યા. પણ, પણ, – એ બધું તો હંમેશ માટે પૂરું થયું હતું; અને અત્યારે અચાનક એના દિલનો એ ઊંડો કારમો જખમ તાજો થતાં તે આખા શરીરે ધ્રુજી ઊઠયો.
પણ ત્યારથી માંડીને તે એ હૉસ્પિટલના મકાન તરફ અવારનવાર જોયા કરતો. પેલી પરદેશી નર્સ તેને માટે મમતાભર્યા પ્રેમની પ્રતીક બની ગઈ હતી.
પછી અચાનક એ નર્સ ઘણો વખત થયાં તેની નજરે પડી નહિ. તેણે પડોશી બુટ્ટા પાદરીને પૂછ્યું. “એ નર્સ હવે કેમ બહાર દેખાતી નથી? માંદીબાંદી પડી છે કે શું?”
માંદી શાની? તેને તો હૉસ્પિટલમાંથી તગેડી કાઢી.” “તગેડી કાઢી? પણ તમે તો તે સારી બાઈ છે એમ કહેતા
હતા?”
“બેટા, તે સારી બાઈ જ હતી; પણ એક બદમાશ ગાર્ડ તેને ફસાવવા માગતો હતો, અને પેલીએ તેને ધુત્કારી કાઢ્યો એટલે પેલાએ જાહેર કર્યું કે, એ ગર્ભવતી છે અને બદમાશ વ્યભિચારિણી
છે. ”