________________
ગધકની ખાણે “તદ્દન જૂઠું!” જેસન પોકારી ઊઠ્યો. એ નર્સ પ્રત્યે દૂર રહ્યાં રહ્યાં તેને પ્રશંસાભાવ જ ઊભો થયો હતો.
“પણ એમાં કશા પુરાવાની જરૂર જ ન હતી – તે બાઈને પ્રસૂતિ થવાની તૈયારી જ હતી, અને તે એ બાબત કશો પ્રતીતિકર ખુલાસો આપી શકી નહિ, એટલે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં
આવી.”
અત્યારે તે કયાં છે?”
“પેલા બરફને કિનારે આવેલા એક ફાર્મ હાઉસમાં તેણે એક બાળકને જન્મ આપ્યો છે. હું ગઈ રાતે તેને જોવા ગયો હતો. તે બિચારીએ મને તેની બધી વાત સાચેસાચ કહી દીધી : તેના પતિને રેકજાવિકમાં ગાદીએ આવેલા નવા બદમાશે ખાણોમાં કામ કરવા ધકેલી આપ્યો છે, એટલે તે પોતાના પતિ પાસે રહેવા ખાતર જ નર્સ તરીકેની નોકરી લઈને આ તરફ આવી હતી. કદાચ તેને વિચાર પતિને ભગાડવામાં મદદ કરવાનો પણ હશે. તે પોતે ખાનદાન બાનું છે, છતાં તે અહીં દાસીનું કામ કરવા રહી હતી. ધન્ય છે એને!”
તો એને પતિ હજુ આ ખાણોમાં જ છે?” “હા.” “તેને એની પત્નીની થયેલી બદનામીની જાણ છે?” “ના.” “એનું નામ શું?”
“એ બિચારીએ એનું નામ તો કહ્યું નહીં, પણ તેના પતિને કેદી તરીકે નંબર એ-૨૫ છે એટલે તેણે મને જણાવ્યું.”
“હું એ કેદીને ઓળખું છું.” જેસન બોલ્યો.
બીજે દિવસે જેસનની ઝુંપડી તૈયાર થઈ ગઈ. તેનું છાપરું પણ બને તેટલું અને મળી શકે તે વસ્તુઓથી ઢાંકીને જેસન કેપ્ટનની
• ખેતરમાં જ રહેવા માટે તથા કોઠાર માટે બાંધેલું મકાન. - સં•