________________
૨૯૬
આત્મબલિદાન
કચેરીએ ઊપડયો. ત્યાં જઈને તેણે કહ્યું, “મારે વાડા · બહાર મારી ઝૂંપડીમાં નથી રહેવું; તો એ ઝૂંપડી મારે બદલે બીજા કોઈને વાપરવાની પરવાનગી આપશેા ?”
• બીજા કોને વળી ? ''
‘એ-૨૫ નંબરને. "
ના, એ નહિ બને. ”
66
કૅપ્ટને સંભળાવી દીધું.
"
'પણ મારું એ ઝૂંપડું તૈયાર તો થઈ જ ગયું છે; તો જો એ-૨૫ નંબરને એ ન આપી શકાય તેમ હાય, તો હૉસ્પિટલવાળી પેલી બિચારી બાઈને તેમાં રહેવા દો.''
66
“ પણ તારે એ બધી શી પંચાત ? ચાલ, તારે કામે ચાલ્યા ” કૅપ્ટને ધમકાવીને તેને હાંકી કાઢયો.
જા.
જૅસન ચાલ્યા ગયા એટલે કૅપ્ટનને વિચાર આવ્યા કે, “જરૂર પેલા એ-૨૫ કેદીને ભગાડવાની જ કોઈ યોજના ચાલતી લાગે છે. પણ પેલી અંગ્રેજ બાઈની સાથે પણ આ કેદીને શું લાગેવળગે છે, જેથી એ તેને પેાતાની બનાવેલી ઝૂંપડી આપી દેવા માગે છે?”
એટલે જૅસનની ભલમનસાઈ ભરેલી અપીલનાં બે જ ઊલટાં પરિણામેા આવ્યાં : એક તે માઇકેલ સન-લૉક્સ ઉપર વધુ ચાંપતી તપાસ રાખવામાં આવી; તેને વધુ ભારે કામ આપવામાં આવ્યું; અને તેને મળતી સામાન્ય છૂટછાટ પણ ઓછી કરી નાખવામાં આવી. તથા બીજું, ફાર્મ-હાઉસમાં સૂતેલી ગ્રીબાને તાબડતોબ હુકમ પહોંચાડવામાં આવ્યો કે, “ તેણે હરતાફરતા થવાય એટલે તેના નવા જન્મેલા બાળક સાથે તરત ક્રિશુવિકની આસપાસના પ્રદેશમાંથી દૂર ચાલ્યા જવું, તથા કદી આ તરફ દેખા ન દેવી; નહીંતર........ ઇ, ઇ.
6
..
થોડા દિવસ બાદ જૅસન પાછા કૅપ્ટન પાસે ગયા અને કહેવા
લાગ્યો : ‘અત્યાર સુધી બરફથી આ પ્રદેશ અલગ પડી ગયા હતા ત્યાં સુધી તે વાંધા નહીં; પણ હવે બધા રસ્તા ખુલ્લા થતાં મને