________________
૨૯૭
ગંધકની ખાણ મારી ઝૂંપડીમાં સ્વતંત્ર રહેવા દેવ ખમકારક છે; કારણકે, હું ગમે ત્યારે ત્યાંથી ભાગી જઈશ.”
ભલે; તારાથી નાસી જવાય તે નાસી જજે પણ યાદ રાખજે કે, દૂર સુધી નર્યા નિર્જન – વેરાન એવા આ પ્રદેશમાંથી કોઈ કેદી હજુ સુધી જીવતો નાસી જઈ શક્યો નથી. પ્રયત્ન તો ઘણાઓએ કર્યો છે, પણ તરત એમને પકડી પાડવામાં આવ્યા છે; અને ભૂખ તરસે અમરેલી હાલતમાં તેમને અહીં પાછા પકડી લાવી, ચામડું ફાટી જાય ત્યાં સુધી ફટકારવામાં આવ્યા છે. તારે એ સ્વાદ ચાખવો હોય તો ચાખી જોજે!”
પણ હું નાસી જઈશ, તો તમે કદી મને પાછો પકડી શકવાના નથી; અને પકડી લાવશો તો પણ મને સજા તો નહિ જ કરી
શકો.”
શું તું મને ધમકી આપે છે?” કૅપ્ટન તડૂક્યો. પણ જેસનના ઠંડા માં ઉપર નજર નાખતાં તેમાં એને એવા પ્રકારની એક મક્કમતાનું દર્શન થયું કે તરત જેસનને પાછો વાડાના કેદી તરીકે બધાની ભેગો લાવી દેવામાં આવ્યો.
જેસનને એ જ જોઈતું હતું, તેનાથી માઇકેલ સન-લોકસનો વહાલસોયો ચહેરો ભૂલ્યો ભુલાત ન હત; અને તેને એવી આશા હતી કે, વાડામાં રહેવા જવાથી કદાચ તે એની ભેગો થઈ શકશે – તેની ભેગો રહી શકશે.
પણ કૅપ્ટનને એના ઇરાદા વિષે વહેમ તે ગયો જ હતો એટલે તેણે જૈસનને માઇકેલ સન-લૉકસથી જુદો જ – દરિયા-કિનારાવાળા બીજા મકાનમાં જ રાખ્યો.
અઠવાડિયાં વીતવા લાગ્યાં. ઉનાળો આવ્યો અને મધરાતે પણ સૂર્ય ઝળહળતે પ્રકાશવા લાગ્યો.