________________
૩૬
આત્મ-બલિદાન કરી. પેલે એટલી ઝડપથી અને મોટે કોળિયે ખાવા લાગી ગયો કે જાણે ઘણા દિવસનો ભૂખ્યો હોય. ખાવાનું પરવારી, તે ત્યાં ને ત્યાં બેઠો બેઠો ઝોકાંએ ચડ્યો. ગવર્નર તેને ઉઠાડીને તબેલાના માળિયા ઉપર સૂવા માટે લઈ ગયો.
પેલો તરત જ ઘાસ ઉપર લાંબે થઈ સુઈ ગયો અને થોડી વારમાં ઘસઘસાટ ઊંઘવા લાગ્યો.
ગવર્નર તબેલામાંથી પોતાના કમરામાં માંડ પાછો ફર્યો હશે તેવામાં તેના પુત્રો, નોકરો અને નેકરડીઓ વગેરે સૌ પૅસેથી પાછાં આવી ગયાં. તેઓ બધાં ઉત્સવ-સમારંભની વાતો જ મોટેથી કર્યા કરતાં હતાં; આદમ તેઓની વાતોમાં ભંગ પડાવવાને બદલે, એકલો ચૂપ બેસી રહ્યો; અને જે રીતે તેને પોતાના બંદી-જીવનની વાતો યાદ આવી હતી, તે રાતે જ એક અજાણ્યો કેદી બંદીવાસમાંથી ભાગી છૂટીને પોતાને ત્યાં જ આશરે લેવા આવી ચડયો, એ જાતના સંજોગના મેળની વિચિત્રતા વાગોળવા લાગ્યો.
અચાનક પલાંઓ એક ભાગી છૂટેલા ખલાસીની અને તેની પાછળ પડેલા નૌકાસૈન્યના ચાર માણસોની વાત કરવા લાગ્યાં. આદમે તરત પોતાના કાન સરવા કરી દીધા.
એ નાસી છૂટેલા માણસે ચોરી કરી હશે? ના, તે ખૂન કરીને નાસી છૂટયો હોવો જોઈએ. તેને પકડવા માટે વૉરંટ જ કાઢવામાં આવ્યું છે, એટલે એ ભાગી છૂટીને ક્યાં જવાનો છે? થોડી જ વારમાં પકડાઈ ગયો જાણે ને!– એવી એવી વાતો ચાલવા લાગી.
ગવર્નરે હવે તે લોકોની ચર્ચામાં ભાગ લઈને પૂછયું, “એ નાસી છૂટેલા માણસને દેખાવ કેવો હતો ?'
છોકરાએ જવાબ આપ્યો, “કોઈ પરદેશી જેવો જ હતો; પણ એ માણસ પાસે ઊંચો હતો.”