SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ આદમ ફ્રેબ્રધર પેલો આભારસૂચક કશું ગણગણ્યો. આદમ સમજી ગયો કે તે પરદેશી હતો. પણ તેનો ધંધો શો હતો? પરભાષાની મુશ્કેલી દૂર કરવા આદમે ખૂણા ઉપરના કબાટમાં સઢ ચઢાવેલા જહાજનું નાનું પ્રતીક હતું તેની તરફ આંગળી કરી, એટલે પેલાએ તરત ડોકું હલાવી – તે ખલાસી હતો. કયા દેશનો? “શેટ-બૅઝને?” ગવર્નરે પૂછયું. પેલાએ ડોકું ધુણાવી ના પાડી. સ્વીડનનો? નૉર્વેને?” – આઇસલૅન્ડ” પેલાએ કહ્યું. – તે આઇસલૅન્ડનો હતો. ભીંત ઉપર બે છબીઓ હતી, એકમાં આદમના પ્રથમ પુત્રનું ચિત્ર હતું, બીજીમાં આદમની યુવાન પત્નીનું ચિત્ર હતું. ગવર્નરે છોકરાની છબી તરફ પ્રથમ આંગળી કરીને પૂછ્યું; પેલાએ ડોકું ધુણાવ્યું. – તેને કુટુંબ ન હતું. ગવર્નરે હવે પોતાની પત્નીની છબી તરફ આંગળી કરી. પેલો જાણે દ્વિધામાં પડી ગયો – પહેલાં હા પાડવા ગયો, પછી જાણે એ અણગમતો વિચાર પ્રયત્નપૂર્વક હાંકી કાઢતો હોય તેમ તેણે ડોકું ધુણાવી ના પાડી દીધી. – તેને પત્ની ન હતી. તેનું નામ શું હતું? એ પ્રશ્નનો જવાબ મેળવવા ગવર્નરે બાઇબલને પાને પોતાનું લખેલું નામ બતાવી, પોતાની જાત પ્રત્યે આંગળી કરી, આગંતુક પ્રત્યે નિશાની કરીને પૂછ્યું. તરત જ એ આગંતુકના મોં ઉપર એકદમ જુદો જ ભાવ છવાઈ ગયો. તેને જાણે એ પ્રશ્ન ન ગમ્યો હોય તેમ તે ચૂપ થઈ ગયો. આદમે હવે એક ખુરશીને ટેબલ પાસે ખેંચી અને આગંતુકને તેના ઉપર બેસી ટેબલ ઉપર પડેલા ખાદ્ય પદાર્થો ખાવા માટે નિશાની
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy