________________
૩૪
આમ-બલિદાન લોકોના હાથમાં કેદ પકડાયો હતો, ગુલામી કોઠે પડતા પહેલાં તેને કેવી કેવી રિબામણીમાંથી પસાર થવું પડ્યું હતું, પોતાના માલિકોની ભાષા સમજે તે પહેલાં તેને કોરડાના મારની જ ભાષા કેવી રીતે શીખવી પડી હતી, એ બધું તેને તાદશ દેખાવા લાગ્યું. પછી હાથ ઉપરની બેડીએ, પગ ઉપરનું સાંકળોનું વજન, ગળામાં ભિડાવેલું કડું, અને તે બધાનાં ચામડી છોલાતાં પહેલાં તીખાં ચાઠાં, – એ બધું પણ નજરે ચડ્યું. છેવટે પોતે પોતાના જેવા બીજા ત્રણ સાથીઓ સાથે ભાગી છૂટયો તે તોફાની અંધારી રાત, ગમે તેમ બાંધીને તૈયાર કરેલો તરાપો, પોતાનાં કપડાંનો બનાવેલે સઢ, અને ઠંડીમાંથી બચવા ચારે જણા એકબીજાને વળગીને પૂંઠવાતા કેવા બેઠા હતા તે દેખાવ – એ બધું
પણ.
એ બધા કારમા અનુભવના સ્વપની વેદનામાંથી જરા ઝબકીને તે જાગ્યો, અને એ બધું પૂર્વે વીતી ગયેલું સ્વમ જ હતું એમ જાણી તેને જરા “હાશ' થઈ. તે ઘડીએ જ બારી ઉપર ટકોરા પડ્યા. તે તરફ નજર કરતાં તેણે એક માણસને દુ:ખ અને ત્રાસથી વીંખાઈ ગયેલો ચહેરો જોયો. તેણે તરત જ ઊભા થઈ બારણું ઉઘાડયું.
અંદર આવ.” આદમે કહ્યું. પેલે અંદર આવ્યો; પણ એક ડગલું ઘરમાં આવી તરત જ ભી ગયો. થોડી વાર વિચાર કરી તેણે ગુપચુપ પિતાના હાથની બાંય ઊંચી ચડાવીને પોતાનું કાંડું આદમ સામે નમ્રતાથી ધર્યું. તે કાંડાની આસપાસ લોખંડની સાંકળનું કડું છોલાઈ, ચામડી ઊતરી જતાં માંસ ખુલ્લું થઈ, જે લાલ-સફેદ પટ્ટો પડેલો, તે સ્પષ્ટ તગતગતો
હતો.
તે નાસી છૂટેલે કોઈ કેદી છે, એ સમજી જઈ, આદમે તેને બેસવા નિશાની કરી.