________________
આદમ બ્રધર
૩૩ પેલે અજાયો થેડી વાર વિચારમાં પડી ચૂપ ઊભો રહ્યો. પછી તેણે બારી ઉપર ટકોરો માર્યો.
વાત એમ બની હતી કે, ગવર્નર-જનલર ફેબ્રધરને આજે પ્રિન્સ ઑફ વેલ્સ અને ડયૂક ઑફ એથેલના સત્કાર માટે ખાસી દોડધામ કરવી પડી હતી. પછી જ્યારે “રોયલ જયૉર્જ” વહાણ પ્રિન્સ ઑફ વેલ્સ વગેરેને લઈને ત્યાંથી પાછું ઊપડી ગયું, ત્યાર બાદ આવા શાહી મુલાકાતીના દબદબાથી આભા બનેલા લોકોએ તેમના આગમન નિમિત્તનો ઉત્સવ-સમારંભ ઊજવવાનું પૂરા જોસથી અને ઉમળકાથી શરૂ કર્યું. તે વખતે આદમ ફેરબ્રધર ગુપચુપ ત્યાંથી છટકી ગયો. તે ગવર્નમેન્ટ-હાઉસમાં રહેતો હતો, પણ આજે લૅચૂ-મથકે પોતાના જૂના ઘરમાં શાંતિથી એક રાત ગાળવાનું નક્કી કરી, અહીં ચાલ્યો આવ્યો હતો. આદમના ત્રણ મોટા છોકરા એ ઘરમાં રહેતા હતા. પણ તેઓ ઉત્સવ સમારંભ માટે રૅસે ચાલ્યા ગયા હોઈ, એક ઘર-કારભારણ જ ઘરમાં હતી. ખરી રીતે તે આદમની દૂરની સગી પણ થતી હતી. આદમને માટે તેણે વાળનું કાઢી ટેબલ ઉપર ગોઠવી દીધું. પછી આદમે તેને સે મુકામે બધી ઊજવણી જોવા રવાના કરી દીધી. વાળનું પરવારી તે એકલો હવે ચૂલા પાસે ખુરશી ખેંચી લાવીને બેઠો હતો અને ચુંગી ફૂંકતો હતો.
એમ શાંતિમાં બેઠાં બેઠાં તે ઝોકાં ખાવા માંડયો અને સ્વપ્રાંમાં મશગૂલ થઈ ગયો.
તે રાતે તેને આજીરિયામાં પોતાની કેદ અને ગુલામીના દેખાવો સ્વલ્પમાં આવી ચડયા – પોતાનું વહાણ તૂટી જતાં તે કેવી રીતે એ
૧. ગવર્નર-જનરલે પિતાને બદલે નીમેલો ડેપ્યુટી-ગવર્નર. હવેથી તેને માત્ર ગવર્નર કહીને જ સંબોધવામાં આવશે. આ0 – ૩