________________
તે આત્મ-બલિદાન પેલાએ વચ્ચે આવીને એટલું પણ છીનવી લીધું, – અને મારાથી એ સહન ન થઈ શક્યું.”
ભ, થંભ, તમે એ કારણે જ અહીં છો? તમે પેલાનું – છે, ખરે જ – પેલાને - "
“નાના, તમે શું કહેવા માગે છે એ હું સમજી ગયે. પણ મેં એનું ખૂન કર્યું નથી. વસ્તુતાએ મેં તેને કદી જોયો જ નથી. મેં તેને ખોળી કાઢવા ખૂબ પ્રયત્ન કર્યો, પણ છેવટ સુધી એ મારી ભેગે જ ન થયા.”
અત્યારે તે કર્યો છે?”
પેલીની સાથે જ! સુખ અને શાંતિમાં મજા કરે છે, ત્યારે હું અહીં બંધનમાં અને ગુલામીમાં સબડું છું. પણ જયારે ત્યારે અમો બે વચ્ચેનો હિસાબ ચૂકતે થશે જ – હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. એક દિવસ હું ને તે સામે મોંએ આવી જઈશું જ.”
- માઇકેલ સન-લૉકસે તરત જ જેસનના બંને હાથ પકડી લીધા અને કહ્યું, “ભાઈ – તું હવે મારો હંમેશનો – સાચો ભાઈ બન્યો છે. આપણે એકબીજાના દુ:ખમાં અને શેકમાં ભાગીદાર છીએ, તેથી એકબીજાની તાકાતમાં પણ ભાગીદાર બની રહીશું.”
“ચૂપ રહો!” ગાર્ડોએ બૂમ પાડી, અને બંને જણને રાત પૂરતા બંધનમાંથી છૂટા કર્યા.
- બીજે દિવસે માઈકેલ સન-વૉફસની પંજાના ઘાની પીંડા ખૂબ
જ વધી ગઈ. ગાડે જ્યારે બંનેને બાંધવા આવ્યા, ત્યારે જેસને તેમને કહ્યું કે, આજે આ માંદે છે અને બહાર જઈ શકે તેમ નથી – આજે મને એકલાને જ કામ કરવા દે – હું બંનેનું કામ કરી આપીશ.”