SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ માતના ઓછાયાવાળી કારમી ખાડ ૩૦૫ ભગવાન જાણે. તે પહેલાં અહીં જ કેદમાં હતા. રિપબ્લિક ખતમ થયું ત્યારે મને કેદ કરી અહીં મેાકલવામાં આવ્યો, પણ તે પહેલાં બે દિવસ અગાઉ તેને છોડી મૂકવામાં આવ્યા હતા.” .. એટલામાં ગાર્ડો જાગ્યા અને આ બે જણને વાતાએ વળગેલા જોઈ તડૂકયા, “ચૂપ રહેા, કામ કરો. જસનને ખાતરી થઈ ગઈ કે, પેલી નર્સ – આ સાથીની પત્ની – જરૂર બદચરિત્ર બાઈ હશે. પેલા બુઢ્ઢો પાદરી જરૂર એના ભરમાવામાં આવી ગયા હશે, અને એને સારી ભલી બાઈ માનતા હશે. પેલા ગાર્ડે કહેલી વાત જ સાચી હાવી જોઈએ! 3 તે સાંજે જૅસન જ્યારે પોતાના જાકીટમાંથી ચીંદરડી ફાડીને માઇકેલ સન-લૉક્સના ઘા ઉપરબાંધતા હતા, ત્યારે નીચી આંખા કરીને બાલ્યા, “આપણ બેની વચ્ચે કશું જ સરખાપણું હોઈ શકે એમ હું માનતા જ ન હતા. તમે સારા ઘરના સંતાન છો અને કાળજીપૂર્વક તમારા ઉછેર થયા છે; ત્યારે હું તે મારી ગરીબ માના ઘરમાં રોડાની પેઠે રવડતા ઊછર્યો છું. પણ મારા જીવનની એક વસ્તુ તમારા જીવનની એક વાત સાથે મળતી આવે છે.' “ શી ?” મારું જીવન પણ બીજો માણસ મારા પ્રેમમાં આડો આવવાને કારણે બરબાદ થયું છે. મારા આખા જીવનમાં સૂર્યપ્રકાશનું એક જ કિરણ આવ્યું હતું : એક સ્ત્રી મારા જીવનમાં દાખલ થઈ, અને હું તેને મારું સર્વસ્વ માનવા લાગ્યા. પણ તે બહુ તુમાખીવાળી હતી અને હું બહુ ગરીબ હતા. પેલા વચ્ચે આવનાર માણસ બહુ તવંગર હતા; તેની પાસે બધું જ હતું – આખી દુનિયા જાણે તેનાં ચરણામાં આળાટતી હતી. મારી પાસે એ સ્ત્રી ઉપરના પ્રેમ સિવાય બીજું કાંઈ ન હતું. આ ૨૦ ' 1
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy