________________
તના ઓછાયાવાળી કારમી ખાડ પણ તે બંનેને સાથે બાંધવાના હતા તે બેવડું કામ થાય તે માટે નહિ, પણ સજા તરીકે. એટલે ગાર્ડોએ જૈસનના કહ્યા ઉપર લક્ષ આપ્યા વિના બંનેને બાંધીને સાથે જ બહાર લીધા.
આ તેમના સહ-બંધનનો ત્રીજો દિવસ હતો. બંનેએ આખો દિવસ મહા મુશ્કેલીએ કામ કર્યું; કારણ કે, માઈકેલ સન-લોકના હાથનો ઘા તેને એકલાને જ અગવડકર્તા ન હતો – જેસનને પણ તે કારણે કામ કરવામાં ડખલ થતી હતી. પણ જેસન કશુંય મન ઉપર લાવ્યા વિના આખા વખત પાવડો ચલાવતો રહ્યો, અને મોં ઉપર હાસ્ય સાથે આશ્વાસન અને ઉત્સાહ આપનારા શબ્દો પણ માઇકેલ સનલૉકસને સંભળાવત રહ્યો.
બપોર બાદ ગરમી ખૂબ લાગવા માંડી અને સન-લોકસ થાકથી અને વેદનાથી છેક જ ભાગી પડે એમ થયું, ત્યારે જ અને તેને એમ સૂચવ્યું કે, પોતે નમે ત્યારે તેણેય મારા નમવાનો દેખાવ કરવો, પણ બંને પાવડા તો તે એકલો જ ચલાવશે. પણ એમની એ યુક્તિ તરત પકડાઈ ગઈ અને ગાર્ડોએ વધુ સાબદા બની બંનેની પાસેથી રોજના કરતાંય વધુ કામ લીધું.
સજાને ચોથે દિવસે સવારે તો માઈકેલ સન-લૉકસ જાગ્યો ત્યારથી પગે ઊભો થઈ શકે તે જ રહ્યો ન હતો. તેણે ગાડેને જણાવ્યું કે, હું હવે મડદું થવાની તૈયારીમાં જ છું; એટલે મારો ભાર પેલાની સાથે બાંધી, પેલાની પાસે બે જણનું કામ લેવું એ માણસાઈ નથી. પણ ગાર્ડોએ તો તેની વાત હસવામાં કાઢી નાખી; અને બંનેને સાથે બાંધીને જ બહાર કામ ઉપર લીધા.
સન-લૉસ જેસન સાથે જોતરાયા બાદ, શરૂઆતમાં તે પોતાની વેદના અને અશકિતને અવગણી, જેસનનો ખ્યાલ રાખી, હિંમત દાખવવા પ્રયત્ન કરવા લાગ્યો. જે સન પણ માઇકેલ સન-લોકસ લથડિયું ખાય ત્યારે બનતું જોર દાખવી તેને સંભાળી લેવા લાગ્યો.