SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દય અને અસ્ત ૧૨૯ ઉપરના કામકાજની બાબતમાં આળસુ બનતા ગયા અને દારૂ પીને પીઠાંમાં પડી રહેવા લાગ્યા. રૉસ અને સ્ટીને મરઘડાંની સાઠમારી અને તેના જુગાર શરૂ કર્યો; લુચ્ચા જેકબ બીજા ભાઈઓ જેટલા પૈસા માગી લાવતો પણ તે બચાવીને તેનું વ્યાજ ખાવા લાગ્યા; ત્યારે જેન્ટલમૅન જૉન નવાં કપડાં પહેરી પ્રેમ-શિકાર ખેલવા માંડયો. મિસિસ ફૅરબ્રધર આ અનિષ્ટનું મૂળ કયાં છે તે તરત સમજી ગઈ, અને પોતાના પતિ ઉપર ચિડાવા લાગી. એ બાપ કેવા ગણાય કે જે છોકરાઓને હાથે કરીને બગાડીને નકામા બનાવે? તેને મનમાં એમ પણ વસી ગયું કે, જમીનની તેની આવકમાં આ રીતે તાટો લાવી, તેને બરબાદ કરવાને જ એના પતિના દુષ્ટ ઇરાદો છે. સ્ટિફન ઓરીના મૃત્યુ પછી ચાર વર્ષ બાદ પરિસ્થિતિ આ હદે આવી પહોંચી હતી. પણ ત્યાર બાદ ઝપાટાબંધ એવા પ્રતિકૂળ સંજાગા આવતા ગયા કે, આ ઇતિહાસ સાથે જોડાયેલાં બધાં પાત્રોના જીવનમાં અનિષ્ટ પરિણામોની પરાકાષ્ઠા આવી ગઈ. એક પછી એક એમ બે ખરાબ માસમા આવી – માછલાંની બાબતમાં તેમજ બટાકાની ખેતીની બાબતમાં. માછીમારો તેમજ ગણાતિયાઓની ભારે કફોડી સ્થિતિ થઈ ગઈ. માછીમારો તો ભિક્ષાની ઝોળી લઈ ઘેર ઘેર ખાવાના કોળિયા જ માગવા લાગ્યા; અને ગણાતિયાઓ પોતાનાં ઢોર, જમીન કે બીજો સરસામાન પોતાના જમીનદારો પાસે ગીરે મૂકીને દેવું કરવા લાગ્યા. જ્યાં તવંગર લોકો ગણતરીના જ હોય અને ગરીબા જ વધારે હોય, ત્યાં ભીખ માગતા માછીમારો કે ગીરો મૂકી દેવાં કરતા ગણાતિયાઓને પૈસા માગવા જવાની જગાઓ પણ ગણતરીની જ હોય ને ! એટલે તંગીમાં આવી પડેલાઓ માટે મુખ્યત્વે બે મથકો જ પૈસા આવ – ૯
SR No.006004
Book TitleAatmbalidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherVishva Sahitya Academy
Publication Year1998
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy